________________
“દરેક જીવન વિશેની શુભાશુભ કર્મપ્રકૃતિઓની પૌદ્ગલિક અસર બે હાથ અને બે પગના અગ્રભાગ આંગળીઓ અને દ્રષ્ટિદ્વારા બહારના વાતાવરણમાં ફ્લાય છે.”
“તેમાં પણ દ્રષ્ટિથી તો વિશેષ રીતે આત્મા ઉપર રહેલ શુભાશુભ કર્મપ્રકૃતિની અસર વહેવાનું અનુભવીઓ દર્શાવે છે.”
તેથી અંતરંગ વિકાસની સહુની પોતપોતાની યથાયોગ્ય ભૂમિકાના આધારે જે અમુક જાતના શ્રી નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા ઉપજેલ શક્તિબીજકો માળા ઉપર કેન્દ્રિત થયેલ હોય તે બીજાઓની દ્રષ્ટિએ પડવાથી કે બીજાના હાથનો સ્પર્શ થવાથી વિખરાઈ જાય તે સ્વાભાવિક છે.
માટેબને તો શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ એકાંતમાં કરવો, અને માળા પણ કોઈને બતાવવી નહિ, બહુ જ મર્યાદાપૂર્વક નિધાનની જેમ સાચવીને રાખવી.
પણ અધિકારી મહાપુરૂષોની વિશિષ્ટ આત્મશક્તિનો લાભ મેળવવા માટે માળાને તેવા મહાપુરૂષોની દ્રષ્ટિતળે કાઢવા કે તેવાઓને પુનિત સ્પર્શથી પવિત્ર બનાવવાનું મહત્વ પણ ભૂલવા જેવું નથી જ!!
આ રીતે શ્રી નમસ્કાર મહામંત્રની અનંત શક્તિઓમાંથી આપણી યોગ્યતાનુસાર તે તે શક્તિઓને આપણા જીવનમાં સંચારિત કરવા સારૂ જાપમાં ઉપર જણાવેલ બીજાના સ્પર્શ, દ્રષ્ટિપાત આદિવર્જવાની વાત અત્યંત મહત્વની છે.
આનું વધુ રહસ્ય ગીતાર્થ જ્ઞાનીઓ પાસેથી સમજવા જેવું છે.
ટૂંકમાં પ્રતિષ્ઠિત-અભિમંત્રિત અને અધિકારી મહાપુરૂષના હસ્ત સ્પર્શ કે વાસક્ષેપથી દિવ્યશક્તિઓના સંચારવાળી એક જ માળાથી એકાંતમાં વ્યવસ્થિત રીતે કરાતા શ્રી નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા પ્રત્યેક આરાધકની વિકાસતી આત્મશક્તિ નવકારવાળીના તે તે મણકાઓ ઉપર કેન્દ્રિત થાય છે.
પરિણામે અમુક સમય ગયા પછી આત્મશક્તિથી કેન્દ્રિત થયેલા તે મણકાવાળી માળાથી જાપ કરવાથી આત્મશક્તિઓનો ઝડપી વિકાસ થાય છે. તેથી શૂરા સુભટને લડાઈના મેદાનમાં ઝંઝુમતાં શિરોહીની પાણીદાર
૧૦૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org