________________
જાપતી પાત્રતા કેળવવાના ઉપાયો
નવકારના આરાધકે નીચેના ગુણોને ખૂબ મહત્વના માની તેને જીવનમાં ઉતારવા માટે શક્ય પ્રયત્ન કરવાથી જીવનમાં પાત્રતા કેળવાયછે. અંતે તો જીવનમાં કેળવાયેલી પાત્રતા એજ સર્વ સદ્ગુણોને ટકાવનાર વધારનાર અને સાનુબંધ બનાવનાર એક અજોડ જડીબુટ્ટી છે.
(૧) કોઈને પણ નિંદનીય માનવો નહિ, પાપીમાંપાપી જીવ પ્રત્યે પણ ભવસ્થિતિ ચિંતવવી,
(૨)
(૩)
(૪)
(૫)
કોઈપણ એક અસાધારણ ગુણને વરેલ આત્મા પ્રત્યે પણ હૃદયમાં બહુમાન ધારણ કરવું. ગુણનો અંશ પણ કોઈપણ જગ્યાએ જોવા મળે તો આનંદિત થવું.
લોક સંજ્ઞાને છોડી દેવી, શાસ્ત્ર સંજ્ઞાને કેળવવી.
હિતકર વચન નાના બાળકનું હોય તો પણ ગ્રહણ કરવું,
દુર્જન પ્રત્યે દ્વેષ ન ક૨વો, બીજા ઉપર દ્વેષ બુદ્ધિ આરાધક માટે અનિષ્ટ છે. કેમકે તત્વજ્ઞાન પ્રાપ્તિમાં નીચે મુજબ અદ્વેષ આદિ આઠ અંગો છે. (અ) અદ્વેષ – એટલે બીજા જીવો અથવા તત્વો ઉપર અરૂચિનો અભાવ.
(આ) જિજ્ઞાસા – એટલે તત્વને જાણવાની ઈચ્છા,
(ઈ) શુશ્રુષા - એટલે તત્વને સાંભળવાની ઈચ્છા, (ઇ) શ્રવણ – એટલે તત્વને સાંભળવું,
(6) બોધ – એટલે સાંભળેલ તત્વોની જાણકારી,
(ઊ) મીમાંસા – એટલે જાણ્યા પછીનું તત્વનું મનન,
(એ) પ્રતિપત્તિ – એટલે મનન પછી તત્વનો સ્વીકાર અર્થાત્ તત્વનિશ્ચય આ આવું જછે. એવો નિર્ણય
(ઐ) પ્રવૃત્તિ – એટલે તત્વ નિર્ણય પછીનું તદ્નુસાર અનુષ્ઠાન,
આ રીતે તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે અષ્ટાંગી છે.
તેની પ્રાપ્તિમાં અદ્વેષભાવ એ પ્રથમ હેતુછે. તેથી કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ ન કરવો – એ રહસ્ય છે.
[ ૯૩ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org