________________
અને સંસારગ્રસ્ત જીવનો પશ્ચાત્તાપ, કામનું સ્વરૂપ, મોક્ષમાર્ગની વિરાધનાનાં નિમિત્તો, કર્મનું સામર્થ્ય, દેવ-નરક-મનુષ્ય-તિર્યંચલોકનાં સ્વરૂપો, મનુષ્યભવની દુર્લભતા જેવા અનેકવિધ વિષયો પરનો ધર્મોપદેશ અહીં રજૂ થયો છે.
જેમ સાધુજીવનની આચારસંહિતા અહીં પ્રાપ્ત થાય છે તેમ શ્રાવકધર્મને પણ અહીં નિરૂપવામાં આવ્યો છે.
સાચા શ્રાવકે પાળવાની ધર્મનિશ્ચલતા, શ્રાવકે ત્યજવાનાં અભક્ષ્યો, શ્રાવકે આજીવિકા કે વ્યવસાયમાં જાળવવાની શુદ્ધિ, એણે કરવાનો સત્સંગ, સાધુમહાત્મા માટેનો આદર-ભક્તિભાવ, પરિગ્રહત્યાગ, જિનશાસનનું હિતચિંતન – એમ શ્રાવકને ધર્માભિમુખ કરતી અનેક વાતો અહીં રજૂ કરવામાં આવી છે. અને એ માટે કામદેવ શ્રાવક કે પૂરણ શ્રેષ્ઠી જેવાનાં દૃષ્ટાંતો ટાંકવામાં આવ્યાં છે.
‘ઉપદેશમાલા’ના અંતમાં કવિ ધર્મદાસણ કહે છે કે ધર્મ-અર્થ-કામ અને મોક્ષ પરત્વે જીવો ભિન્ન રુચિવાળા હોવાથી સર્વને આ ‘ઉપદેશમાલા’ સુખ ન આપે. ઉંદરને સુવર્ણનો કશો અર્થ નથી ને કાગડાને રત્નમણિ અપાતો નથી તેમ આ ઉપદેશમાલા પ્રમાદી જીવને ન અપાય. આ ધર્મોપદેશ સાંભળ્યા પછી પણ જો ધર્મરુચિ કે વૈરાગ્ય ન થાય તો જાણવું કે એ જીવ અનંતસંસારી છે અને એનાં કર્મો જ ભારે છે. તેથી આ ઉપદેશમાલા સુસાધુ મહાત્માને, વૈરાગ્યવંત સુશ્રાવકને અને સંવિગ્નપાક્ષિકને દેવાનું કવિએ ઉચિત ગણ્યું છે.
આ ગ્રંથની ફ્લશ્રુતિ અને આ ગ્રંથને આશીર્વચન સાથે કવિ ગ્રંથસમાપ્તિ કરે છે.
વિષયવસ્તુની વિશેષ વીગત માટે જુઓ ગાથાવાર વિષયનિર્દેશ) ઉપદેશમાલા બાલાવબોધમાં દૃષ્ટાંતકથાઓ
ઉપદેશમાલા બાલાવબોધ'નું જો કોઈ વિશેષ આસ્વાદ્ય અંગ હોય તો એમાં વિવિધ ઉપદેશ અર્થે અપાયેલી નાની-મોટી દૃષ્ટાંતકથાઓ, એક સ્પષ્ટતા કરવી જોઈએ કે અહીં જે-જે દૃષ્ટાંતકથાઓ આલેખાઈ છે તે વસ્તુતઃ ધર્મદાસગણિની મૂળ પ્રાકૃત ગાથાઓમાં નિર્દેશાઈ છે. પણ બાલાવબોધકારે એને પોતાની રીતે નાનામોટા કદમાં વિસ્તારીને રજૂ કરી છે.
અહીં નાની-મોટી ૬૮ દૃષ્ટાંતકથાઓ ગાથાના વિવરણને છેડે અલગ કથારૂપે રજૂ થઈ છે. જેમાં ધર્મબીજ હાથમાં આવતાં ચાર પ્રકારના જીવો રૂપી ચાર પ્રકારના ખેડૂતો એનું શું કરે એની એક વિસ્તૃત રૂપકકથાનો પણ સમાવેશ થાય છે. આ દૃષ્ટાંતકથાઓના કેન્દ્રમાં જંબૂસ્વામી, વયરસ્વામી, ચિલાતીપુત્ર, નંદિષણ, ગજસુકુમાલ, સ્થૂલભદ્ર, સિંહગુફાવાસી મુનિ, મેતાર્ય મુનિ, દત્તમુનિ, વારત્તક મહાત્મા, દૃઢપ્રહારી મુનિ, સ્કંદકુમાર, મેઘકુમાર, પુંડરીક-કુંડરીક જેવા
Jain Education International
२०
For Private & Personal Use Only
www.jainelibrary.org