________________
આમ કુલ ૫૭ સુભાષિતો છે. ૨૯ સંસ્કૃત ભાષામાં અને ૨૮ પ્રાકૃત ભાષામાં. “યત્ ઉક્તમ્' કે “ઉક્ત ચ’ કહીને કવિ સુભાષિત ટાંકે છે. ક્વચિત સુભાષિત-શ્લોકના સંદર્ભો આપ્યા છે; જેવા કે “ઉત્તરાધ્યયનસૂત્ર કે દશવૈકાલિકસૂત્ર' કે ઉમાસ્વાતિના સિદ્ધાંતમાંથી લીધેલાં. કવિ જે વિષય નિરૂપે છે તેની સાથે સંબદ્ધ આ સુભાષિત હોય છે. ક્રમાંક ૨૩-૨૪વાળા શ્લોકો સુખદુઃખના પલ્યોપમના અંકદર્શી છે (ગાથા ૨૭). ક્રમાંક ૧૫-૧૬વાળા શ્લોકો કથા-અંતર્ગત રાજાને પોપટની ઉક્તિરૂપે આવે છે. એનાં અંતિમ ચરણ સુભાષિત રૂપે છે જે આગલાં ચરણોમાં આવતા સંદર્ભમાં નિરૂપાયાં છે અને અર્થાન્તરન્યાસનું સુંદર ઉદાહરણ બને છે.
બાકીના સુભાષિતોના સંદર્ભો આપ્યા નથી, પણ એ સ્વરચિત ન હોતાં અન્યત્રથી લઈને અહીં યંક્યા હોવાનો સંભવ વિશેષ જણાય છે.
૧૯૦
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org