________________
તે હજી રાહ જુવે છે કોઈ એવી સંશોધક વ્યક્તિ આવે, અમને ધન્ય બનાવે.
જૈન ગૂર્જર કવિઓના દશ ભાગ ઉપર નજર માંડતાં હજી ૨૫૦૩૦) બાલાવબોધ નોંધાયેલા જોવા મળે છે. એકલા ઉપદેશમાળા ઉપર જ પંદર નોંધાયા છે. ભાષાકીય દૃષ્ટિએ પણ આ બાલાવબોધ અભ્યાસીને ઘણી સામગ્રી પૂરી પાડે તેવો છે. આને આવકારતાં મનમાં આનંદ થાય છે.
આવા ગ્રંથને પ્રકાશિત કરનાર વ્યક્તિ કે સંસ્થા પણ આજકાલ ઝટ મળતાં નથી. એથી એ સંયોગમાં પ્રકાશક સંસ્થા સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલો. એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર' પણ ધન્યવાદને પાત્ર છે.
આશા રાખવી ગમે છે કે આવા કાન્તિભાઈ બી. શાહ જેવા અભ્યાસીઓની સંખ્યામાં વધારો થાય તો જ પ્રાચીન મૂલ્યવંત સાહિત્યનો પ્રસાર થશે અને અજ્ઞાનનું અંધારું ઉલેચાશે, પ્રજ્ઞાના પ્રકાશનો પ્રસાર થશે એ જ અભિલાષા
સાથે – દશા પોરવાડ જૈન ઉપાશ્રય,
શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિપાલડી, અમદાવાદ-૭
શિષ્ય જન્માષ્ટમી વિ.સં.૨૦૫૭
પ્રદ્યુમ્નસૂરિ
99 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org