________________
પણ કોઈ પણ જીવ મોક્ષે ન જાય એમ સતત છ માસ સુધી કોઈ પણ જીવ મોક્ષે ન જાય. છ મહિના પછી અવશ્ય કોઈ જીવ સિદ્ધ થાય.
(૧૧) સંખ્યા : એક સમયમાં એકીસાથે કેટલા સિદ્ધ થાય તેની વિચારણા. એક સમયમાં જધન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ જીવો સિદ્ધ થાય છે.
-
(૧૨) અલ્પબહુત્વ : ક્ષેત્ર આદિ ૧૧ દ્વારોને આશ્રયીને કયા દ્વારમાં કયા દ્વારથી વધારે કે ઓછા સિદ્ધ થાય તેની વિચારણા. દા.ત. ક્ષેત્ર દ્વારમાં સંહરણ સિદ્ધોથી જન્મ સિદ્ધો સંખ્યાતગુણા છે. કાળદ્વારમાં ઉત્સર્પિણીકાળ, સિદ્ધોથી અવસર્પિણીકાળ સિદ્ધો વિશેષાધિક છે. અવસર્પિણીકાળ સિદ્ધોથી અનુત્સર્પિણી અનવસર્પિણીકાળ સિદ્ધો સંખ્યાતગુણા છે. આ પ્રમાણે બીજા ગતિ આદિ દ્વારોમાં અલ્પબહુત્વનો વિચાર થઈ શકે. વિશેષ જિજ્ઞાસુઓએ મૂળ ગ્રન્થની ટીકા જોઈ લેવી.
તત્ત્વદોહન
જેનો પ્રારંભ મંગળમય તેનો અંત મંગળમય, તે પ્રાયે પરમાર્થપંથની પ્રણાલી છે. સંસારમાં શુભ-અશુભના ચોઘડિયાં બદલાયા કરે છે. પરંતુ પરમાર્થમાં તો મંગળ જ મંગળ છે.
પ્રસ્તુત ગ્રંથના પ્રથમ અધ્યાયમાં ગ્રંથકારે મોક્ષરૂપ મંગળથી પ્રથમ સૂત્રનો પ્રારંભ કર્યો છે. ત્યાં પૂર્ણચંદ્ર પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને પછી દશમા અધ્યાયમાં તેનું પૂર્ણ દર્શન કરાવ્યું છે.
સમ્મેગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ
સાધક જીવોને આચાર્યશ્રી કહે છે કે, ભાઈ મોહનીય કર્મના જોરે તું, મોક્ષરૂપ તારી જાતને ભલે વિસ્તૃત કરે, પરંતુ તારી ભવ્યતાનો પરિપાક થતાં અન્ય નિમિત્તો મળતા તારા આત્મજાગરણ વડે તું મોક્ષના દરવાજે પહોંચી શકે છે.
બીજા અધ્યાયથી પાંચમા અધ્યાય સુધી સંસારયાત્રામાં જીવ શું શું
Jain Education International
અધ્યાય ઃ ૧૦ તત્ત્વદોહન ૪ ૩૭૯
·
For Private & Personal Use Only
www.jainelibrary.org