________________
ચીજો લેવાય. દૂધ ન લેવાય. રસત્યાગના છ વિગઈ સાથે મીઠું ઉમેરતા સાતવારની સાત ચીજનો ત્યાગ ક્રમથી થાય.
૫. કાયક્લેશ : કાયાને કષ્ટ આપી સવી. તેનું મમત્વ છોડવું. મુનિને લોચ કરવો. ખુલ્લા પગે ચાલવું. વ્રતધારી શ્રાવકે કાયાની માયા ઘટાડી સુખશીલતાનો ત્યાગ કરવો. મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે કાયાને પડતા કષ્ટ સમભાવે સહન કરવા. ૬. સંલીનતા : આંગોપાંગ સંકોચવા અર્થાત્ પદ્માસન કે વજ્રાસન જેવા આસનો દ્વારા અંગોને સાધના માટે કેળવવા. ઇન્દ્રિયોનો સંયમ કરવો. અશુભયોગનો સંયમ કરવો. યોગ્ય સ્થાને રહેવું, સૂવું ઇત્યાદિ.
અત્યંતર તપનો વિશેષાર્થ
૧. પ્રાયશ્ચિતઃ: થયેલા દોષોની-અપરાધની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું તેના દસ પ્રકાર છે. ૧ આલોચના પ્રાયશ્ચિત : થયેલા પાપો કે દોષોનું ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત કરવું. ૨ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત : થયેલું પાપ પુનઃ નહિ કરવા માટે પાપ મિથ્યા થાઓ તેમ કહેવું.
૩ મિશ્ર પ્રાયશ્ચિત : થયેલા પાપનું ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત લેવું તથા મિથ્યા થાઓ તેમ કહેવું.
૪ વિવેક પ્રાયશ્ચિત : અકલ્પનીય વિધિપૂર્વક અન્નપાનનો ત્યાગ કરવો કે આ દોષની શુદ્ધિ માટે આ વસ્તુનો ત્યાગ કરીશ.
૫ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત : દેહભાવ કે દેહ ક્રિયાનો ત્યાગ કરી ધ્યાન કરવું તે. તપ પ્રાયશ્ચિત : થયેલી પાપપ્રવૃત્તિના દંડરૂપ યથાશક્તિ તપ કરવા.
૭ છેદ પ્રાયશ્ચિત : મહાવ્રતનો ઘાત થવાથી અમુક પ્રમાણમાં દીક્ષાકાળનો છેદ કરવો તેટલો સમય ઘટાડીને ગણવો.
૮ મૂલ પ્રાયશ્ચિત : મહા અપરાધ થવાથી મૂળથી પુનઃ ચારિત્ર આપવું તે. ૯ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત : કરેલા અપરાધનું પ્રાયશ્ચિત ન કરે ત્યાં સુધી મહાવ્રત ઉચ્ચરવા નહિ તે.
૧૦ પારાશ્ચિત પ્રાયશ્ચિત : સાધ્વીનો શીલભંગ થવો અથવા કોઈ સ્ત્રી સાથે
અનાચાર સેવાઈ જવાથી, શાસનના મહાઘાતક પાપના દંડ માટે બાર વર્ષ ગચ્છની બહાર રહી, વેશનો ત્યાગ કરી, મહાશાસન પ્રભાવના કર્યા પછી પુનઃદીક્ષા ગ્રહણ કરી ગચ્છમાં આવવું.
૨. વિનયતપ : ગુણવંતની ભક્તિ કરવી. અશાતના કરવી નહિ.
વિનયતપના સાત પ્રકાર
૧ જ્ઞાન વિનય : જ્ઞાન તથા જ્ઞાનીનું બહુમાન-પ્રીતિ રાખવી. ભક્તિ, બહુમાન, ભાવના, વિધિ, અભ્યાસ એ પાંચ પ્રકાર છે.
૨ દર્શન વિનય : દેવગુરુની ઉચિત ક્રિયા શ્રદ્ધાપૂર્વક સાચવવી. ૩ ચારિત્ર વિનય : સામાયિકાદિ પાંચ ચારિત્રની શ્રદ્ધા કરવી.
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org