________________
સારાંશ અજીવ તત્ત્વ શા માટે જાણવા ?. અજીવતત્ત્વ જોય છે, અચેતન છે તથા સંસારી જીવને સિદ્ધ થતાં સુધી કથંચિત | નિમિત્ત કારણથી ઉપકારી છે. સર્વ પદાર્થોનું પરિણમન સ્વાધીન હોવા છતાં પરસ્પર સહાયક બને છે. છતાં અજીવ તત્ત્વ જાણવા જેટલો જ ઉદેશ નથી. પણ અજીવતત્ત્વનું જ્ઞાન કરી તેની હય, જોય કે ઉપાદેયતાનો વિવેક કરી જીવ તત્ત્વ દેહાદિથી કેવું ભિન્ન છે તેનું ભાન થવાથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેથી અજીવ દ્રવ્યો જાણવા જરૂરી છે.
અજીવ તત્ત્વોને જાણીને જીવ વિચારે છે કે અહો મારો ગુણ તો જ્ઞાનાદિ સ્વરૂપ છે. હું આ વર્ણાદિવાળા પુદગલોમાં ક્યાં ફસાયો છું? અજીવ તત્ત્વમાં સંસારી જીવને વિશેષ સંબંધ પુદ્ગલો સાથે રહે છે. તે દર્શાવે છે કે જીવની શુદ્ધતાને આવરણ કરનાર આઠે કર્મના વિવિધ પુદ્ગલ પરમાણુઓ છે. દેહ, ઇન્દ્રિયો, ધન, ધાન્ય પરિવાર વગેરે દેશ્ય અને સ્પેશ્ય સર્વ પદાર્થો પુદ્ગલ જનિત છે.
કર્મના સ્વરૂપને જાણીને જીવ તેનાથી થતી હાનિને સમજે છે અને છૂટવા પ્રયત્નશીલ થાય છે. જીવ વિચારે છે કે હું તો નિત્ય અને સાશ્વત છું. આ કર્માદિ તો અનિત્ય છે. હું ચૈતન્યસ્વરૂપ આત્મા છું. અને પુણ્ય - પાપ તો મને પરિભ્રમણ કરાવનારા છે. માટે મારે ત્યાજ્ય છે.
જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ અરૂપી હોવાથી દષ્ટિ ગોચર થતા નથી. પુદ્ગલ વર્ણાદિ સહિત હોવાથી દૃષ્ટિગોચર થાય છે. અરૂપી પદાર્થો પોતાના વિશેષ ગુણથી જ્ઞાનગોચર થાય છે. અથવા આપ્ત પુરુષના વચનથી સમજાય છે અને તેમાં યથાર્થ શ્રદ્ધા થાય છે, ત્યારે જીવને કર્તા ભોક્તાપણું છૂટી સ્વરૂપદર્શન થાય છે.
આ વિશ્વની રચનાનો સમાવેશ આ પડદ્રવ્યમાં થાય છે. દ્રવ્યાનુયોગનું સૂક્ષ્મજ્ઞાન આધ્યાત્મ સાધના માટે ઉપયોગી છે. માટે સાધકે ઈદ્રિય નિગ્રહ અને સંયમપૂર્વક દ્રવ્યાનુયોગનો અભ્યાસ, મનન અને ચિંતન અવશ્ય કરવું. તે શુક્લ ધ્યાન સુધી પહોંચવાનું અવલંબન છે.
eeeeee0000000000000000000000000000000304449000666
સુખ શાંતિ ક્યાં છે ? અંતરના શુદ્ધ ખૂણામાં સુખ શાંતિ છે. વ્યવહારમાં સંતોષમાં સુખ શાંતિ છે.
e
e
#
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org