________________
પાઠ : ૧૮
પર્યાપ્તિનું સ્વરૂપ
આહાર પર્યાપ્તિ.
શરીર પર્યાપ્તિ.
ઇન્દ્રિય પર્યાપ્તિ.
૪ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ.
ભાષા પર્યાપ્ત.
મન પર્યાપ્તિ.
· સંસારી જીવ ભવાંતરે જે ભવમાં ઉત્પન્ન થાય ત્યાં જીવનશક્તિના નિર્વાહ માટે અને યોગ્ય કાર્યો કરવા જે ક્રિયા કરવી પડે, તેને માટે જે સામર્થ્ય વિશેષ જોઈએ તે શક્તિનું નામ પર્યાપ્તિ. આ પર્યાપ્તિ પુદ્ગલના આલંબનથી હોય છે. તેથી એ જીવનશક્તિ હોવા છતાં પુદ્ગલજન્ય જ છે. ગ્રહણ કરેલા પુદ્ગલોની ક્રિયાની સમાપ્તિ તે પર્યાપ્તિ છે. તેના છ પ્રકાર છે.
૧
૩
Jain Education International
૫
૧. આહાર પર્યાપ્તિ : ભવાંતરે જીવ પ્રથમ સમયે ઉત્પત્તિ સ્થાને રહેલા આહાર પર્યાપ્તિને યોગ્ય પુદ્ગલોને કાર્યણશરીર દ્વારા ગ્રહણ કરી તેને ખલ (મળ-મૂત્રાદિ) તથા રસરૂપે પરિણમાવે તે આહાર પર્યાપ્તિ.
આ આહાર પર્યાપ્તિ રોટલી શાક જેવી નથી.
આહારના ત્રણ પ્રકાર છે :
ઓજ - ઉત્પત્તિ સ્થાનના પુદ્ગલ - પદાર્થો. લોમ – શરીરના છિદ્રો આદિ દ્વારા મળતો આહાર. ક્વળ - રસોઈ આદિ વડે તૈયાર થયેલો આહાર.
૨. શરીર પર્યાપ્તિ : જીવ પુદ્ગલના અવલંબનથી જે શક્તિ વડે રસરૂપ થયેલા આહારને રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય એમ સાત ધાતુપણે પરિણમાવી શરીર રચે તે શરીર પર્યાપ્તિ. ઔદારિક આદિ જે પ્રકારે શરીર હોય તે પ્રકારની પર્યાપ્તિ સમજવી.
30
For Private & Personal Use Only
www.jainelibrary.org