________________
પાઠ : ૪૮ આત્માનો આધ્યાત્મિક વિકાસ
૧૪, ગુણશ્રેણી - ગુણસ્થાનક
888888888888888888888888888888888888888888
:
:
:
:
8
અનાદિ કાળથી જીવ અજ્ઞાનવશ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને જ્યાં સુધી તે અજ્ઞાનથી કે કર્મોના આવરણથી મુક્ત ન થાય, ત્યાં સુધી ચોરાશી લાખ જીવયોનિમાં એને પરિભ્રમણ કરવાનું જ રહે છે. આ સંસારથી મુક્ત થવા માટે કર્મોનાં આવરણોને ક્રમશ: નાશ કરવાં એ જરૂરી છે. જેમ જેમ કર્મોના આવરણો ક્ષીણ થતાં જાય, પાતળાં થતાં જાય, તેમ તેમ જીવ પોતાના સ્વરૂપમાં ઊજળો બનતો જાય છે. આ રીતે આત્મા ક્રમશઃ પ્રકાશમાં આવતો જાય છે, અને શુદ્ધસ્વરૂપ - મુક્તાવસ્થાની નજીક પહોંચતો જાય છે. તેની જૈનશાસ્ત્રકારોએ ચૌદ શ્રેણી બતાવી છે, તેને “ગુણસ્થાનક' કહેવામાં આવે છે. ચૌદમાં ગુણ સ્થાને પહોંચનારો જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. ચૌદ ગુણસ્થાનકનાં નામ આ પ્રમાણે છે.
૧ મિથ્યાત્વ
8888888888888888888888888888
સાસાદન
મિશ્ર
અવિરતિ સમ્યક્દષ્ટિ દેશવિરતિ સમ્યક્દષ્ટિ પ્રમતવિરતિ અપ્રમતસંયત
૮ અપૂર્વકરણ
અનિવૃત્તિકરણ
સૂમ સંપરાય ૧૧ ઉપશાન્ત મોહ
ક્ષીણ મોહ ૧૩ સયોગી કેવલી ૧૪ અયોગી કેવલી
0000000000000000000000000000000000000000000000000000000000000000
૬ ૭
જ
૧ મિથ્યાદેષ્ટિ : મિથ્યાત્વ ગુણસ્થાનક. જીવ અનાદિકાળથી અધોગતિમાં પડેલો છે.
એ અધોગતિ કે જ્યાં જીવનનો જરાપણ વિકાસ નથી. એવા સ્થાનને જૈનશાસ્ત્રકારોએ નિગોદ'ના નામથી ઓળખાવ્યું છે. યોગાનુયોગ આ સૂક્ષ્મનિગોદનો જીવ વિકાસ પામે છે, આગળની ગતિમાં જાય છે, છતાં એ જીવ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકમાં ગણાય છે. મિથ્યાર્દષ્ટિ એટલે અંધકારમય જીવન. વસ્તુના યથાર્થ જ્ઞાનનો અભાવ એનું નામ મિથ્યાદષ્ટિ છે. નિગોદના અંધકારમય જીવનની અપેક્ષાએ કંઈક ચેતનાશક્તિનો વિકાસ હોવાને કારણે મિથ્યાષ્ટિને પણ “ગુણસ્થાનક' કહેવામાં આવ્યું છે. અહીંથી આત્માના જીવનનો વિકાસ શરૂ થાય છે છતાં આ પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org