________________
૬ અગુપ્તભય : પોતાના ધન માલ ચોરાઈ જવાનો ભય નથી. તે સર્વે સંયોગાધિન પદાર્થો છે. તેમ જાણે છે.
૭ અકસ્માત ઃ અચાનક અકસ્માત થતા મારું કે પરિવારનું શું થશે તેવો ભય નથી. પ્રારબ્ધ અનુસાર જે બને છે, તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. તેવી શ્રદ્ધા છે.
૨. નિકાંક્ષિત : સમ્યગ્દષ્ટિ આત્મા પર પદાર્થોથી પ્રાપ્ત થતાં સુખની આકાંક્ષા રહિત હોય છે. તેવા સુખો પુણ્યયોગે પ્રાપ્ત થવા છતાં આ જીવ તેમાં સુખબુદ્ધિ કરતો નથી. કારણ કે તેણે સ્વરૂપ સુખના સ્વાદની તેવી ભ્રાંતિ ટાળી દીધી છે. તેથી બહારથી કંઈપણ મેળવવાનું તેમને પ્રયોજન નથી.
૩. નિર્વિતિગિચ્છા : મધ્યસ્થા - અગ્લાનિ. તિરસ્કારરહિત.
સમ્યગ્દષ્ટિ આત્માને વસ્તુના સ્વરૂપનો બોધ પ્રગટપણે વર્તે છે. તેથી તેમણે રાગ-દ્વેષ, સુગંધ, દુર્ગંધ, સ્વચ્છ, મલિન પદાર્થોનનો ભેદ વર્તાતો નથી. એટલે જેમ કોઈ પદાર્થો પ્રત્યે રાગ નથી, તેમ દ્વેષ નથી. નિરોગી જોઈને સદ્ભાવ કે રોગીને જોઈને અસદ્ભાવ ઉપજતો નથી. જે પદાર્થો જેવા છે તેવા જાણી વિવેકપૂર્વક વર્તે છે. ૪. અમૂઢર્દષ્ટિ : મૂઢતારહિત, વિવેકદૃષ્ટિ.
સભ્યષ્ટિ આત્મા સમભાવવાળો હોય છે. પરંતુ વિચક્ષણ હોય છે. હિતાહિતને બરાબર જાણે છે. મન, વચન કાયાથી અજ્ઞાનીની પ્રશંસામાં પડતો નથી. અને તેનાથી પરાભાવ પામે નહિ.
૫. ઉપગ્રહન : અન્યના દોષ ઢાંકવા.
સમ્યક્ દૃષ્ટિ આત્મા કોઈના દોષને જાણે છે, છતાં તેને દોષી તરીકે તિરસ્કારે નહિ. તેના દોષને ઢાંકે અને સાચી સલાહ આપી સાચા માર્ગે વાળે.
૬. સ્થિતિકરણ : માર્ગથી ચલિતને માર્ગમાં સ્થિર કરે.
કારણવશાત્ કોઈ જીવ ધર્મથી વિમુખ થતો હોય તો તેને ધર્મમાર્ગમાં સ્થિર કરવા પ્રયત્ન કરે. માર્ગથી ચલિત થયેલા જીવને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે.
. વાત્સલ્ય : સર્વ જીવો પ્રત્યે નિસ્પૃહ મૈત્રી.
સમ્યગ્ દૃષ્ટિ આત્મા જ્ઞાનીજનો અને સાધર્મીક પ્રત્યે નિસ્પૃહ – નિર્મળ પ્રેમ – આદર - મૈત્રી જેવી ઉત્કૃષ્ટ ભાવના રાખે છે. સર્વાત્મામાં સમષ્ટિ રાખે છે.
૮. પ્રભાવના : ધર્મની, ધર્મના શાસનની વૃદ્ધિ થાય તેવા જ્ઞાન પ્રસારક કાર્યો કરવા. લોકો ધર્મ પ્રત્યે સદ્ભાવવાળા થાય તેવી પ્રવૃત્તિ કરવી.
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org