SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ દેદી શાહ ઝુમખાં હોય છે. આ ત્રિપત્રીને ફળ કે ફૂલ થતાં જ નથી. આ પ્રદેશમાં નાગ ઘણાં અ૮૫ છે એટલે આવી દિવ્ય ઔષધિ બચી શકી છે. તું બરાબર નિરીક્ષણ કરીને મનમાં ધારી લે અને ત્રણ પાનનું એક ઝુમખું ઈષ્ટનું સ્મરણું કરીને ગ્રહણ કરી લે.” દેદા શાહે મનમાં ત્રણવાર નવકાર મંત્રનું સ્મરણ કર્યું અને ત્રણ પાનાનું એક ઝુમખું લઈ લીધું. સિદ્ધ નાગાર્જુને કહ્યું : “પાન બરાબર જોયાં?” “હા મહાત્મન !” એનું વર્ણન કરી જે.' ચણોઠીના પાનને મળતાં પણ સહેજ મોટાં છે. બીલીનાં પાન કરતાં જરા લાબાં ને નાના છે... પાનનો ઉપરને રંગ ઘેરો લીલ છે...અને પાછળનો રંગ બગલાની પાંખ જેવો ધોળો છે.. અતિ મુલાયમ લાગતી રુંવાટી પાછળના ભાગમાં દેખાય છે.” “ શાબાશ.. આ પણું કામ પૂરું થયું પણ હું તને ત્રિપત્રીની એક વિશિષ્ટતા સમજાવું. ઔષધ બનાવવામાં આ વનસ્પતિને કોઈ ભાગ સીધી રીતે કામમાં નથી આવતો. માત્ર આનું ચૂર્ણ કરવાનું હોય છે અને સુવર્ણ બનાવવામાં તે ચૂર્ણને જ ઉપયોગ કરવાને હોય છે. દેદા, તું આ દિવ્ય પ્રભાવિક ઔષધિને બરાબર ઓળખી ગયો છે ને ? ” હા મહામન...” ચાલો હવે કુટિરમાં...આપણે કુટિરમાં પહોંચશું તે પહેલાં જ ત્રિપત્રીના પાન જે તેં લીધાં છે તે સૂકાઈ ગયાં હશે.” કહી દેદા લાહ સામે જોઈને મહાત્મા આગળ ચાલવા માંડ્યા. લગભગ ત્રણેક ખેતરવા જતાં જ દેદ શાહ બોલી ઊઠયો : મહાત્મન” જુઓ અહીં પણ ત્રિપત્રીને એક છોડ દેખાય છે.' સિદ્ધ નાગાર્જુને તે જોઈને દેદાના વાંસા પર એક હળવો ધબ્બો માર્યો. બને આશ્રમ તરફ વિદાય થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy