SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શેકની વાદળી ૩૩૯ રહેવા તેઓશ્રીએ મને અહી મોકલ્યા છે. પ્રિય સાથીઓ, સગાથી, વસ્તુઓ વગેરેના વિષેગ તા પ્રત્યેક દેહધારી મસ્તકે પડયે! જ હોય છે. આ વિયેાગ સચેત્ર પણ કમ રાજાની જ એક રમત છે. આપ આપના આત્મામાં તન્મય બની, શ્રી અરહિંત પરમાત્માના રૂપમાં લીન બની આપની અંતિમ પળેાને સુખદાયી બનાવશેા. દેદા શેઠ, ગુરૂદેવ ઘણીવાર આપને યાદ કરતા હતા. આપે તેમેની જે નિઃસ્વાથ ભાવે સેવા કરેલી તે અંગે તેા ગુરૂદેવ અન્યને દૃષ્ટાંત આપતા હતા.’ દેા શાહે આ મહાત્માના ચરણમાં પોતાનું મસ્તક નમાવ્યું, અને કહ્યું : ‘ કૃપાળુ, ગુરૂદેવને મારા પ્રણામ કહેજો અને જણાવજો કે તેઓની સૂચના મારા માટે અમૃતરૂપ બની જશે.’ મહાત્માએ દેદા શાહના મસ્તક પર હાથ મૂકયે અને તરત ઊભા થયા. અન્ય કાઈ વાતચીત કર્યા વગર તેએ ચાલતા થયા. દેદાશાહ તે! મહાત્માના સ્મરણમાં મગ્ન બની ગયા હતા. તેમના મનમાં થયું, શું તેઓ પાસે ન પહેાંચી શકાય ? જરૂર આ મહા-ત્મા કૃપા કરે તેા ઘેાડી જ વારમાં હું ત્યાં તેમની પાસે પહેાંચી શ’ આ વિચાર આવતાં જ દેા શાહે ડેલી તરફ નજર કરી મહાત્મા ડેલી બહાર નીકળી ગયા હતા. દેદા શાહ તરત પાછળ. દાઢયા. પણ શેરી સુતી હતી. સામેથી પુત્ર, પુત્રવધૂ અને પેથડ હાથમાં પૂજાની થાળીએ સાથે આવતા હતા. દેદા શાહ ત્યાં જ ઊભા રહ્યા. નજીક આવતાં પેથડે પ્રશ્ન કર્યાં : ' કેમ બાપુજી, કેાની રાહુ જુએ છે? ’ C તમને કોઈ ભગવા કપડાંવાળા અને જટાવાળા સાધુ સામા મળ્યા ? હાથમાં એક કમ`ડળ ને ખભે ઝાળી સિવાય કઇ નહેાતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy