________________
૩ર૮
દેતા શાહ બધાં સાધ્વીજીઓને વિધિવત વંદન કર્યા. પોતાના ધર્મભગિની પાસે જઈને કહ્યું: “સાવી છે, જે રસ્તામાં કંઈ પણ કામ હોય તે જણાવજો. મેં માર્ગમાં શ્રાવકોને સંદેશ મોકલાવી દીધો છે એટલે આપ કેઈને આહારે પાણીની મુશ્કેલી નહિ આવે.”
શેઠજી, ત્યાગના પંથે મુશ્કેલીને વિચાર ન હોય. આપની ધર્મભાવના સહુ માટે આદર્શરૂપ બને એજ અમારી સદ્ભાવના.' સાધ્વીજી મહારાજે કહ્યું.
અને સહુએ વિહાર શરૂ કર્યો. નગરીમાંથી લગભગ આઠ સ્ત્રી પુરૂષ આવી ગયા હતા.
નગરી બહાર નીકળ્યા પછી પૂર્વ ગગનમાં સૂર્યે દર્શન દીધાં. વિમલશ્રીએ વહુને કહ્યું : “વહુ કોઈ દિવસ નહિ ને આજ મારા પગ બહુ તૂટે છે, રાતે ત્રણવાર વડે ગઈ હતી. અત્યારે પણ જવું પડશે.
તે બાઈ જી, આપણે પાછા ફરીએ. એ બધા તે દોઢ બે ગાઉ સુધી જવાના છે.”
એમ જ થયું. સાસુ વહુ ઊભા રહી ગયાં. સાધ્વીજી મહારાજે સહુને માંગલિક સંભળાવ્યું. બીજા પણ વીસેક સ્ત્રી પુરૂષો પાછો વળ્યો.
દેદ શાહ તો દેઢ ગાઉ છેટે આવેલી વાવ સુધી જવાના હતા.
વિમલશ્રીને પેટમાં ભારે કઢાપે ઉપાડો હતો, છતાં તેઓ માંડ માંડ ઘર ભેગા થયાં.
વહુને થયું: બા સાવ સાજા નરવાં હતાં ને આમ એકાએક શું થઈ ગયું હશે? તેણે તરત એક ખાટલો પાથરીને વિમલશ્રીને સૂવાડ્યાં.
દેદા શાહ વળામણું કરીને પાછા વળે તે પહેલાં ચાર પાંચ પાતળા ઝાડા ને ચાર પાંચ વમન થઈ ગયાં. પેથડે કહ્યું : “મા, હું રાજદને બેલાવવા જઉં છું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org