________________
સાધ્વીશ્રી નિર્મલા શ્રીજી
૩02 નવદંપતીઓ પરસ્પરના પરિવારને પરિચય લીધે દીધે. ત્યાર પછી તે રસભરી વાતે એક પછી એક શરૂ થવા માંડી. જે વાતમાં અન્યને કઈ દમ ન દેખાય, તે વાત આ લેકે માટે સદ્ય ખીલેલાં પુપની સૌરભ સમી થઈ પડે છે.
ધીમે ધીમે રાત ગળતી હતી. છેક પઢિયું થયું ત્યારે પ્રથમણિ શય્યા પરથી એકાએક નીચે ઉતરી અને પિતાનાં ચોળાઈ ગયેલાં વસ્ત્રો સરખાં કરવા માંડી.
પલંગ પર એક મોતીની માળા તુટીને તેમાંનાં મોતી વેરાઈ ગયાં હતાં. પ્રભાતનાં પુષ્પો સમાં.
પિકડે કહ્યું : “કેમ પ્રિયે? “પરોઢ થઈ ગયું.' પણ તે નિંદ્રા તે લીધી જ નથી.”
આપે ક્યાં લીધી છે? હવે આપ બે ઘડી સુઈ રહે હું નીચે બા પાસે જાઉં છું.
મને હવે નિદ્રા નહિ આવે. હું પણ નીચે આવું છું. પ્રથમ માતા પિતાને નમન કરીને પ્રાત:કાર્ય પતાવીએ.” કહેતે કહેતો પિકડ પણ પલંગ પરથી નીચે ઉતર્યો.
ત્રિપદિ પર પડેલા ખાલી થાળમાં શયામાં વેરાઈ ગયેલાં મોતી પ્રથમણિએ વીતીને મૂક્યાં.
ત્યાર પછી બંને નીચે ગયાં.
શેઠશેઠાણી તે પ્રતિક્રમણ કરવા બેસી ગયાં હતાં. બંનેને આવીને પ્રણામ કર્યા.
ત્યાર પછી પ્રાત:કાર્ય માટે પેથડ ચાલે ગયે.
આવા રંગભર્યા ને રૂપાળા દિવસો એક પછી એક જવા માંડ્યા. નવદંપતી નોતરે ચળ્યાં હતાં એટલે બંનેને રોજ જમવા જવું પડતું. રાજા, મંત્રી, નગરશેઠ, જૈન આગેવાનો વગેરેનાં નેતરાં સાચવતાં સાચવતાં ચૌદ દિવસ ચાલ્યા ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org