________________
ગુરુની સ્મૃતિ માટે.. !
૨૭૩
ઘીના વેપારની આવક જાવક જોઈ લીધી અને મુનીમજી સાથે કેટલીક વાતા કરીને તેઓ ઘેર જવા વિદાય થયા.
ઉત્તરાત્તર ધીના વેપાર વધી રહ્યો હતા... દૂરદૂરનાં નગરામાં પણ દેદા શાહની પ્રામાણિકતા મેગરાનાં ફૂલાની સૌરભ માટ પ્રસરી ગઈ હતી અને વેપારીએ દેદા શાહના માલ મગાવતા.
એક તેા નામ્યાર પ્રદેશમાં માલધારીઓ ઘણા હતા અને શ્રી ઘણું થતું.
ધીરે ધીરે નાંદુરીનું ઘીનુ પીઠું સામાન્ય બની ગયુ. અને માલધારીઓ પેાતાના ઠામ લઈને વિદ્યાપુર સુધી આવવા માંડયા.
મરેલા ઊંટના ચામડામાંથા કુડલાઓનુ નિર્માણ કરનાર કારિગરો પણ દેદા શાહ પાસે જ આવતા. ખાલી કુંડલામેાના સોંગ્રહ માટે દેદા શાહને એક વખાર રાખવી પડતી હતી.
આમ ધંધા ધમાકાર ચાલતા હતા અને દાન આપવાની પ્રવૃત્તિ પણ એકધારી ચાલતી હતી. માલવ પ્રદેશમાં આવેલાં નાના માટા તીર્થં સ્થળાનાં જીર્ણોદ્ધાર માટે દેા શાહ ધન આપવા માંડયા. અને દર વરસે પાતે સપરિવાર ચાર આઠ દિવસ માટે જન્મભોમકા નાંદુરીમાં જઈ આવતા. નાગિની દેવી તે! એ વર્ષોંમાં જ જૈનદર્શનની રાગિણી બની ગઈ હતી. પહેલાં તેના મનમાં થયું હતું કે કોઈ સુપાત્ર પુરુષ સાથે પરણીને ગૃહસ્થાશ્રમ માંડવે, પરંતુ જનદર્શનના સરકાર મળ્યા પછી તેને ભાન થયું કે સસ્પેંસારના અપ જીવી સુખાની ઝંખના મારે શા માટે કરવી જોઈએ ? પુષ્કળ ધન છે, તેને ઉપયાગ ધકા માં તે દાનકાર્યમાં થાય તે ફરીવાર આવુ વેદનાભર્યું જીવન પ્રાપ્ત ન થાય એવી શ્રદ્ધા તેના પ્રાણમાં જાગૃત થઈ ચૂકી હતી.
અને પાંચમે વર્ષે દેદા શાહ નાંદુરી ગયા ત્યારે તેખા જોઈ શક્યા કે નાગિની દેવી એની આદર્શ શ્રાવિકા બની ગઈ છે, અને ધર્મકરણીમાં રત્ત બનીને સાદાઈથી જીવન જીવી રહી છે.
દે. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org