SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર દેટા શાહ હતી. આમ છતાં તેઓએ આ સેનામાંથી અંગત ઉપયોગ માટે કશું વાપરતા નહિ. હા, તેઓએ પ્રારંભમાં પત્ની માટે ને પિતા માટે કેટલાક અલંકારે બનાવ્યા હતા, પરંતુ તેને ઉપયોગ બહુ કરવામાં ન આવતો. તેઓની સાદાઈમાં જરાયે પરિવંન થયું નહોતું. ભાદરવા માસમાં દેદા શાહ બેચાર દિવસ માટે દેવગિરિ જઈ આવ્યા હતા. વર્ષાઋતુના કારણે ચણતર કામ જરા ધીમી ગતિએ થતું હતું અને એક ભવનમાં દેવી પદ્માવતીના મંદિરનાં કમાડ અને બીજી વસ્તુઓ સુવર્ણમાંથી કારીગરે બનાવી રહ્યા હતા. ઉપાશ્રયના મુખ્ય શિલ્પીએ માગશર માસમાં ઉપાશ્રય પૂરે થઈ જશે એવી ખાતરી આપી હતી. ત્રણ દિવસ રોકાઈને દેદા શાહ ઘર તરફ પાછા ફર્યા હતા. નાંદુરીથી પણ નાગિની દેવીના સમાચાર અવારનવાર આવતા હતા, તે એક નાના છતાં સુ દર મકાનમાં રહેવા ચાલી ગઈ હતી તેણે જણાયું કે : “ભાઈ, આપની કૃપાથી હું હીન માર્ગ છેડી શકી છું અને ધર્મ કરણીમાં પરોવાતી જાઉં છું. સંગીત, નૃત્ય બધું છોડી દીધું છે. માત્ર શ્રી રામની મૂતી સામે સવાર સાંજ બે ગીતો ગાઈને મારા આત્માને સ્વચ્છ કરવાની પ્રયત્ય કરું છું. કેઈવાર પંડિતને બોલાવીને તેની પાસેથી ધર્મગ્રંથનું શ્રવણ કરી લઉં છું. આપ સહુની તબિયત સારી હશે. મારા ભાભીને હવે દિવસો પૂરા થવા આવ્યા હશે અને તેઓ ખૂબ જ પ્રસન્નચિત્તા હશે. હું ખૂબ જ આનંદમાં છું. હવે આ તરફ પધારવાની ક્યારે કૃપા કરવી છે તે જણાવશો.’ દેદા શાહ પણ અવારનવાર બહેનને યાદ કરતા અને ઉત્સાહ વર્ધક સંદેશો પાઠવતા. દીપોત્સવીના પર્વ દિનો આવ્યા. દેદા શાહે ચૌદશ, અમાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy