SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પરાજયમાં જય..! ૨૪૦ લોકે તો કાગના ડોળે રાહ જોઈ રહ્યા હતા. સમગ્ર નગરીમાં હેડલ્યની ચર્ચા જાગી ચૂકી હતી. અને નીલવરણ હારી જશે એમ મોટા ભાગના લાકે માનતા હતા. ખુદ રાજા અને મુખ્ય મંત્રીને પણ એવી શ્રદ્ધા બેઠી હતી કે રૂપ યૌવનની સ્વામિની નાગિની દેદા શાહ પર વિજય મેળવીને અવશ્ય આવશે. અને બીજે દિવસે નીલવરણ દસ હજાર સેનૌયા સાથે આવ્યો ત્યારે નાગિનીદેવીએ કહ્યું : “શ્રેષ્ઠિપુત્ર, હાથમાં હું હારી ગઈ છું ... આજથી જ મારે વ્યવસાય બંધ થશે અને આ ગણિકા ભવન પણ સંકેલાઈ જશે.” “દેવી, આપ આ શું કહે છે ? શું દેદા શેઠ અરસિક અને બુધુ છે કે આપને મળ્યું જ નથી.” “દેદ શેઠ મને મળ્યા હતા. એટલું જ નહિ પણ મારા આ ક્ષુદ્ર પરાજયને વિજયમાં પલટાવવામાં સહાયક બન્યા હતા. તેઓએ મને નાની બહેનનું મહાન ગૌરવ પ્રદાન કર્યું છે. એમના પત્ની વિમલશ્રી પણ મહાન છે. આવા નિષ્ઠાવાન દંપતીને સંસારનું કઈ રૂપ, યૌવન કે વૌભવ વિલાસપૂર્ણ જીવન ચલાયમાન કરવા અશક્ત છે તે મારો અનુભવ થયો છે. નાગિનીએ કહ્યું, નીલવરણ અવાફ બની ગયો. અને તેજ રાત્રિએ વર્ષનો પ્રારંભ થયે. નાગિનીએ ગણિકા ભવન સંકેલવાની શરૂઆત કરી દીધી પિતાના ભવનમાં રહેતી વીસથી વધુ નવજવાન ગણિકાઓને નાગિનીએ સમજાવી અને મુકત કરી. તેમાં સત્તર ગણિકાઓએ આ વ્યવસાય અને આ માનવતા વિહેણે ગંદવાડ હંમેશ માટે છોડવાને નિરધાર કર્યો. નાગિનીએ આ બહેનોને ધન્યવાદ આપ્યા અને દરેકને એક એક હજાર સેનયા ભેટરૂપે આપ્યા. એજ રીતે નાગિનીએ દાસ દાસીઓ, અશ્વો, રથો વગેરે પણ છૂટા ર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy