SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ દેદા શહ મેં જ ગાદી તકીયા, ગાલીચા, દીપમાલિકાઓ વગેરે ભાડેથી આપવી દીધા હતા. આજે આપણે મુખ્ય વ્યક્તિઓને જ સત્કાર કરીશું.' • તે એ વ્યવસ્થા તમારે સંભાળવાની...' મુનીમે મસ્તક હલાવ્યું. નાગિનીએ કહ્યું: “મૈરેયનાં ભાંડ...” હમણાં જ બાર ભાંડ આવી જશે. તે સિવાય વર્ષો પાનકની પણ વ્યવસ્થા કરી છે, કારણ કે ઘણું દશ કે મૈરેય પાન નથી કરતા. વળી આ ગામને રાજા પણ ઐરેયને પ્રજા જીવનનું દુષણ માને છે.” “હં..” હવે એક વાત પૂછી લઉં: “તમારા જેન ધરમમાં ગણિકાને ત્યાં કે સંગીન-નૃત્ય જલસાઓમાં જવાની મનાઈ હોય છે ?' “હા દેવી. જેને ધર્મને સ્પર્શ થયો હોય તે લકે આવા સ્થળ સામે દૃષ્ટિ પણ કરતા નથી.” તો પછી નાંદુરીમાં તે નીલવરણ ને તેના મિત્રો આવતા હતા.” દેવી ધર્મની આજ્ઞાનું પાલન કરવું, કેટલું કરવું કે ન કરવું તે વ્યક્તિની નિષ્ઠા પર આધાર રાખે છે. અમારા ધર્મમાં તે ગૃહસ્થ જીવનારાઓ માટે સ્વદ્રારા સંતોષ વ્રતને નિયમ હોય છે... પરનારી ગમનને ખુલ્લે નિષધ હોય છે અને વધારે ઉત્તમ જીવવું હોય તે એક પત્ની વતની બાધા પણ અપાય છે.” ઓહ કહીને નાગિની વિચારમાં પડી ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy