________________
હેડય...!
૧૭૭
જ ઉર્યા હતા, દેદા શાહે પિતાના ધર્મબંધુઓનું ઘણું જ આદર સહિત સ્વાગત કર્યું હતું.
રાતે જયારે ચર્ચા નીકળી ત્યારે શ્રીસંઘના આગેવાનોએ ઘણું જ ભાવપૂર્વક દેદા શાહને પિતાની જન્મભૂમિમાં પધારવાની વિનંતી કરી. મહારાજાના હૈયામાં જરાયે રોષ નથી પરંતુ પોતાના હાથે થઈ ગયેલા અન્યાયને પસ્તાવો ભર્યો છે.
આ રીતે ખૂબ સમજાવટ કર્યા પછી મૌનભાવે સાંભળી રહેલા દેદા શાહે કહ્યું: “મારા પુજ્ય વડીલશ્રીઓ, આપ સર્વેની મમતા
જોઈને હું ખરેખર ભાગ્યવંત બન્યો છું. મારા ગામમાં આવવામાં મને કોઈ પ્રકારે પૂર્વગ્રહ છે નથી, હાય પણ નહીં. ભગવાન નેમનાથ પ્રભુના દર્શન માટે પણ હદય ભારે તલસતું રહે છે. પરંતુ હાલમાં હું ત્યાં આવી શકું એવી મારી પરિસ્થિતિ નથી. માસ પત્ની સગર્ભા છે અને વૈદરાજની સૂચના પ્રમાણે તેને લઈને કયાંય પ્રવાસ ખેડવો તે બરાબર નથી. તેમ ધંધાના કારણે અને એક નગરીમાં ઉપાશ્રય બંધાવવાની મેં ભાવના ભાવી છે તેને લીધે મારાથી કયાંય નીકળવું ભારે કઠણ છે. આ બંને કાર્ય નિવિને પતી ગયા પછી હું આપ સર્વના ચરણની રજ લેવા નાંદુરીમાં જરૂર સપરિવાર આવીશ.”
દેદા શાહના આ કથન પછી તરત આવવાને આગ્રહ કરવાનું રહ્યું નહોતું.
બે દિવસ શેઠિયાઓ રોકાયા. બે દિવસમાં બધા શેઠિયાઓ દેદા શાહની સાદાઈ નિહાળીને મુગ્ધ બની ગયા અને રોજ સવારે વિમલશ્રીના હાથે અપાતું સવાશેર સોનાનું દાન જોઈને તે છક થઈ ગયા.
ત્રીજે દિવસે શેઠિયાઓ નાંદુરી જવા વિદાય થયા.
નાંદુરી પહોંચ્યા પછી શેઠિયાઓએ શ્રી. સંઘને બેલાવી દે દે. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org