SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ નાગિની દેવી ! ૧૫૭ સંભાળતાં અને સિંધુ સીવિરમાં બે પ્રમાણિક મુનમે સંભાળતાં. નાંદુરીની પેઢી તે આરામગૃહ જેવી જ હતી. કારણ કે રૂનો વ્યવસાય. મુખ્ય હતું અને તે કામ માટે ભાગે વાત કરી લેતા. બે ભાઈ હજી નાના હતા. ગુરૂના ઘેર અભ્યાસ કરવા જતા હતા. શ્રેષ્ઠીને આ વચેટ પુત્ર નાગિની પ્રત્યે આકર્ષા હતા અને તેના મનમાં થયું હતું કે, જો નાગિનીને ઉજજયની લઈ જવામાં આવે તે તેને વ્યવસાય ખીલી ઊઠે. લાખ સોનૈયા તેના ચરણમાં પથરાય. આજે સમગ્ર માલવમાં આવી રૂપવતી અને મદભર યૌવનથી શોભતી બીજી એક પણ નર્તકી, ગાયિકા કે ગણિકા છે જ નહિ. આજે નાગિની દેવીએ નૃત્યસંગીતની મિજલસ રાખી હતી, પણ આજે સવારે જ તેણે આ બેઠકને સંમેલનમાં ફેરવી નાખી હતી. કારણ કે માલવ પ્રદેશના બે મહાકવિઓ નાંદુરી નગરીમાં આવ્યા હતા. નાંદુરીમાં પણ દસબાર કવિઓ હતા અને કલ્પનાના ખેલાડી ગણતા. નાગિનીએ સવારે જ માલવના બંને મહાકવિઓને સાકાર કરવાની ભાવના સાથે આજ રાત્રિના પ્રથમ પ્રહરે પધારવાનું નિમંત્રણ આપ્યું હતું, જે બંને મહાકવિઓએ સ્વીકાર્યું હતું. રૂપથીવનની જે સ્વામિની હોય તેના નિમંત્રણનો કેણુ અસ્વીકાર કરે ? નગરીના સઘળા કવિઓને નિમંત્રણ મોકલી આપ્યાં હતાં. વળી નાગિની પતે પણ કઈ કઈ વાર કાવ્યો બનાવી લેતી. કવિ સંમેલનની બેઠકમાં માત્ર કેટલાક ખાસ નાગરિકેને ગ્રાહકોને નિમંત્રણ અપાયાં હતાં. જેમાં શ્રેષ્ઠિ પુત્ર નીલવરણ કુમારને સમાવેશ થતો હતો. વેપારીને ને કવિતાને તો બÇધા બાપે માર્યા વેર જેવું જ હોય છે. પણ આ નિમંત્રણ કેવળ કવિતાનું નહતું, હતું મદભરી નાગિનીનું. નીલવરણના લગ્ન ગઈ સાલની હેમંતમાં થયાં હતાં. પત્ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy