SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ દેદા શાહ . સુધી બંને સામે જોઈ ને કહ્યું : · શેઠજી, આપ બંને સંપૂર્ણ સ્વસ્થ, નીરોગી અને સદાચારી છે. એમાં કેાઈ શકી નથી. માનવીના ગુણા, આરાગ્ય અને સ્વભાવના લક્ષણા આકૃતિ ઉપરથી પારખી શકાય છે.’ ‘દાદાજી, આમ તે અમે બંને તંદુરસ્ત, નીરાગી અને સ્વસ્ય છીએ. પરંતુ મહારાજની મમતાને વશ થઈને મારે આપ પાસે આવવું પડયું' છે.' ( કોઈ ચિંતા નહિ. વૈદતું ધર તો પ્રજાના આરોગ્ય વિશ્રામ સ્થાન ગણાય, હું પ્રથમ મારી દીકરીની નાડી તપાસી લઉં......આપની નાડી જોવાપણુ મને કંઈ લાગતુ' નથી.' કહી રાજવૈદે વિમલ શ્રી સામે જોઈને વાત્સલ્યભર્યા સ્વરે કહ્યું : · દીકરી, તારા ડામો હાથ * " બતાવ. વિમલશ્રીએ પેાતાને ડામે હાથ ધર્યાં. રાજવૈદે તેની નાડી હાથમાં લઈ, આંખા બંધ કરી. * લગભગ પા ઘટિકા સુધી નાડી દ્વારા યાગ, પ્રકૃતિ અને સ્થિતિનું દૃન કરી વદરાજે પ્રસન્ન હાસ્ય વડે કહ્યુ : દીકરી, લગ્ન થયાંને દસ વર્ષ વીતી ગયાં લાગે છે.' જી...' ' પણ બાળક માટે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. બાળક તે તારા ઉદરમાં જ પેાષાઈ રહ્યું છે. હજી માત્ર પંદર વીસ દિવસ થયા હોય એમ મને લાગે છે. પણ તારે થોડી કાળજી રાખવી પડશે.’ વૈદરાજે હ્યું. પણ * વિમલશ્રી વયાવૃદ્ધ બૌદ દાદા સામે જોયું. દેદા શાહ આશ્રમુગ્ધ બની ગયા હતા. વૈદરાજે કહ્યું : જો દીકરી, જે સ્ત્રીઓને લાંબે ગાળે દિવસ ચડે છે. તે સ્ત્રીઓએ ખૂબ સંભાળવું જોઈએ. થાક લાગે તેવા વાહનમાં બેસવું નહિ, બહુ ભૂખ્યા પેટે રહેવું નહિ, ખાટા, વાયડા અને ભારે પદાર્થાંથી બચવું, વજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy