________________
નારાયણ !
૭.
ભાગ્યવતીએ કહ્યું : “ભલે..મહિને એકવાર ટે મારી જજે બસ....”
“ના બેવાર....” રાઘવે કહ્યું.
ભાવડ હસીને બેઃ તારી ભાભીની રસોઈ સ્વાદ જીભે રહી ગયેટ લાગે છે !'
ત્રણેય હસી પડ્યાં. રાઘવ બંનેને પ્રણામ કરીને વિદાય થયે.
રાઘવના ગયા પછી બીજે જ દિવસે ભાવડ એક સુવર્ણ મુદ્રાનાં દોકડા, કડી ને રૌમ્યમુદ્રાઓમાં પરચુરણ લઈ આવ્યો અને પત્નીને આપતાં બોલ્યો : “કાંઈ ચીજ વસ્તુ લાવવામાં તને ઠીક પડશે... આ બીજી સુવર્ણ મુદ્રાથી હું ધંધે શરૂ કરીશ.”
“ક ધંધો શરૂ કરશે ??? “ગામડાનાં બરનું કાપડ લઈ આવીશ.”
“એના કરતાં ઘી ભેગું કરીને વેંચશું તો ઠીક પડશે. કાપડની ફેરી તમને ઘણી આકરી થઈ પડશે.”
તું મારા માટે કોઈ જાતનો ભય સેવીશ નહિ, ઘીને ધંધો સારો છે, એમાં ના નથી...પણ ઘીની ફેરી કરનારા ત્રણ ચાર જણા છે...એની આડે પડવું તે વ્યાજબી નથી....કાપડની ફેરી કોઈ કરતું નથી.”
- આ ચર્ચા પછી ભાવડે પોતાનું ધાર્યું કર્યું અને એ જ દિવસે એક સુવર્ણ મુદ્રાનું કાપડ લઈ આવ્યું. ગામડાના બરનું કાપડ સારા પ્રમાણમાં આવ્યું. એક પોટલી બંધાઈ ગઈ ઘરમાં એક ગજ પડયે હતે....એક કાતર હતી....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org