________________
કારણ કે ઝડપી ગતિમાં કઈ વાર આવું બની જતું હોય છે. આમ છતાં ખૂબજ કાળજી રાખી છે.
આ કથા મારી અગાઉની કથાએ માફક અવશ્ય વાચક વર્ગને પ્રિય થઈ પડશે એવા વિશ્વાસ સાથે અને વાચક મિત્રોના સદ્દભાવ પ્રત્યેની અટલ શ્રદ્ધા સાથે હું સર્વને આભાર માનવાની આ તકમસ્તકે ધારણ કરી લઉં છું. ત્રીજી આવૃત્તિ વખતે
આ કથાની આજ ટૂંકગાળામાં ત્રીજી આવૃત્તિ થાય છે. ગુજ.. રાતના વાંચકો મારી કથાઓને પિતાની માની મને મહાન પુરસ્કાર આપે છે. તેમ હું માનું છું. આ કથાનક નરનાર બન્નેને પ્રિય થઈ પડયું હતું અને લેકે એ મારા પર અભિનંદનનાં ફૂલ વેર્યા હતાં.
હું સર્વ વાચક સમુદાયને હાર્દિક આભાર માનું છું. સં. ૨૦૩રના ભાદરવા સુદ ૮).
વૈદ્ય મેહનલાલ ચુનીલાલ ધામી રાજકેટ ચોથી આવૃત્તિ વેળાએ
ભાવડ શા હની ચોથી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. મારા. પિતાશ્રીએ પ્રસ્તાવનામાં કથા વિષે પિતાની મનભાવના વ્યક્ત કરી છે. ગુજરાતી વાંચક સમુદાયે આ કથાને પિતાની માનીને જે પ્રેમ દર્શાવ્યું છે તે ભૂલાય તેમ નથી.
ગુજરાતી વાંચકોને આ પળે હું આભાર માનું છું. આજ મારા પિતાશ્રી હયાત નથી છતાં તેમની અમરકૃતિએ ગુજરાતી વાંચકેના હૈયે વસેલી છે અને પ્રેરણા આપી રહી છે. તે અતિ ગૌરવની વાત છે. સંવત ૨૦૭: આસો સુદ ૧૦ ) કરણપરા, કિશોરસિહજી રોડ. ધામીનિવાસ,
વિમલકુમાર મેહનલાલ ધામી રાજકેટ-૩૬૦૦૦૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org