________________
પણ
ભાઈ બહેન !
આંસુ લૂછીને સુરજે કહ્યું: “સામાયિક, પ્રતિક્રમણ ને વ્રત નિયમ મેં બરાબર જાળવી રાખ્યાં છે. એથી જ ધીરજ રાખી રહી છું.”
ત્યાર પછી ભાગ્યવતીએ સ્વામી સામે જોઈને કહ્યું “ મેં વાત કરીતી ઈ ભૂલી ગયા ?”
નથી ભૂલ્ય...શું તું મને ભૂલકણે ધારે છે?” કહી ભાવડે કેડ ભરાવેલી બે સુવર્ણ મુદ્રાઓ કાઢી અને બેનને આપતાં કહ્યું : “બેન, આ તારું કાપડું”
“ભાઈ....”
તારો ભાઈ ઈનો ઈ છે...જરાય ભાંગી ગયે નથી. મારે જેટલું આપવું જોઈ એટલે નથી આપી શકતો પણ શું કરું? સમય પ્રમાણે સહુએ વર્તવું જોઈએ.”
ના ભાઈ....કાપડાની હુ ના નહિ પાડું....મને એક પૌપ્ય મુદ્રા આપ આટલું બધું નઈ..”
બેનને સોના સિવાય કશું ન દેખાય ઈ આપણું પરિવારની એક પરંપરા છે...શું હું મારા વડવાઓને લાંછન લાડું? લઈ લે. તને મારા સમ છે.” ભાવડે ભાવ ભર્યા સ્વરે કહ્યું.
ભાઇના સોગંદ ! બેન માટે બીજો કોઈ ઉપાય ન રહ્યો. ભાઈએ આપેલી અનંત આશીર્વાદ સમી બંને સુવર્ણ મુદ્રાઓ બહેને કપાળે અડાડીને પિતાની પાસે રાખી.
રાઘવે ગાડું જોડવા માંડયું.
અર્ધ ઘટિકા પછી ભાઈ ભાભીને સજળનયને વિદાય આપીને સુરજ ઘર તરફ વળી...ગાડું મારગે ચડ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org