________________
૩૪૦
ભાવડ શાહ
માત્ર એક જ વર્ષમાં ભાવડ શેઠની ખ્યાતિ ચારે દિશાએ પ્રસરી ગઈ અને એનું પરિણામ આવ્યું બંદરના વેપારની ખીલવણીમાં. એક તો બંદર નિર્ભયતાવાળું હતું. રાજ્યની કોઈ ડખલ નહતી..બહારથી આવતા માલ પરની જકાત પણ સાવ સ્વલ્પ હતી આથી વેપારીઓ આ બંદર તરફ આકર્ષાયા અને મધુમતિનું બંદર ગુંજતું બની ગયું.
પિષ મહિનાની રાત હતી. ભાવશેઠ કચેરીમાંથી હજી આવ્યા નહોતા. ભાગ્યવતી રાહ જોતી એક આસન પર બેઠી હતી. રાત્રિનો બીજો પ્રહર ચાલતો હતો. આજ તેના મનમાં અનેક વિચાર આવ્યા કરતા હતા. વાતવાતમાં વર્ષો વીતી રહ્યાં હતાં....ગઈ કાલે પોતે પરણીને આવી ત્યારે ચૌદ વરસની હતી. આજ એ વાત પર જા એક યુગ પસાર થઈ ગયો હતે... યૌવનકાળ તો દુઃખ વચ્ચે વિત્યો હતો અને આજ એગણ ચાલીસમું વરસ બેસી ગયું હતું. ઓ, કાળ કેવી રીતે ચાલ્યો જાય છે એની કલ્પના માનવીને જાયે આવતી જ નથી....
આવા વિચારો વચ્ચે તે ડુબેલી હતી ત્યાં ભાવડ શેઠ આવ્યાના સમાચાર એક દાસી આપી ગઈ.
ભાગ્યવતી ઊભી થઈ...તે પિતાના ખંડમાં જાય તે પહેલાં જ ભાવડશેઠ આવ્યા અને પ્રસન્ન સ્વરે બોલ્યાઃ કેમ ભાગુ, આજ તારે ચહેરે મને ઉદાસ કેમ લાગે છે ?”
ભાગ્યવતી આછું હસી અને મધુર સ્વરે બોલી : સ્વામી, આજ ભૂતકાળનું સમરણ થયું હતું..”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org