________________
રાજપદ
૩રક
ભાવડે બે હાથ જોડીને મસ્તક નમાવ્યું.
ચાર દિવસ પછી મહામંત્રી પિતે ભાવડને રાજસભામાં લેવા માટે રથ લઈને આવી પહોંચ્યા.
ભાવડે સૌરાષ્ટ્રની જાડી દેતી, કસેવાળું લાંબુ અંગરખું, સોનેરી છેડાવાળ ખેસ અને પાઘડી ધારણ કર્યા હતાં.
મહામંત્રી આદરપૂર્વક ભાવડશેઠને લઈને રાજસભાના વિરાટ મંડપમાં આવી પહોંચ્યા.
વીર વિક્રમની પટ્ટમહિષિ કમલા રાણ ડાં વર્ષો પહેલાં જ મૃત્યુ પામી હતી. એના સ્થાને મહારાજા શાલિવાહનની કન્યા સુકુમારી આવી હતી. પરંતુ તે પોતાના પુત્ર સાથે પ્રતિષ્ઠાનપુર ગઈ હતી....એટલે કલાવતીને લઈને વીર વિક્રમ રાજસભામાં આવી પહોંચ્યા.
રાજસભાના સભ્ય આવી ગયા હતા. મહારાજ વીર વિક્રમને જયનાદ ગાજી ઊઠશે. રાજપુરોહિતે ઊભા થઈ સ્વસ્તિ વાચન કર્યું. બંદિજનેએ યશગાથા લલકારી.
સભાનું કામ શરૂ થઈ ગયું. જનતામાંથી કઈ પણ ફરિયાદ આવતી જ નહોતી. કારણ કે જ્યાં સુગ્ય રાજવ્યવસ્થા હોય છે, જ્યાં રાજકારોબાર નિર્મળ હોય છે,
જ્યાં રાજા પોતે પિતાને જનતાને રક્ષક માનતે હોય છે, ત્યાં કઈ પ્રકારની ફરિયાદ રહેતી જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org