________________
ભાવડ શાહ
ભાવડ અને ભાગ્યવતી પૂજા કરવા ગયાં હતાં. સૈનિક, એમની વાટ જેત ફળીમાં લીમડાના ઓટે બેસી રહ્યો.
ભાવડ અને ભાગ્યવતી પૂજા કરીને આવ્યાં ત્યારે સૈનિકે ઊભા થઈને કહ્યું: “ભાવડશેઠ, હું કયારને આપની વાટ જેતે બેઠે છું.. મહારાજાએ કહેવરાવ્યું છે કે આપનો દેવતાઈ અશ્વ લઈને અત્યારે જ રાજભવનમાં પધારે..મહારાજા આપની વાટ જોતા બેઠા છે.”
ભાવડે શાંત સ્વરે કહ્યું: “મહારાજાને કહેજે, હું પચ્ચખાણ પાળીને હમણાં જ આવું છું. એ
સૈનિક વિદાય થો.
ભાગ્યવતીએ કહ્યું: “દરબારે તેજબળને સાથે લાવવા કેમ જણાવ્યું હશે ?”
સારી વસ્તુની પ્રસંશા તો થતી જ હોય છે.... દરબારે આપણા ઘડાનાં વખાણ સાંભળ્યાં હશે એટલે જોવાનું મન થયું હશે.” કહી ભાવડ વસ્ત્રો બદલાવવા ઓરડામાં ગયે.
પચ્ચખાણ પાળી, થોડું શિરામણ કરી ભાવડે ખેસ ખભે નાખ્યો ને પાઘડી માથા પર મૂકી. ત્યાર પછી પત્ની સામે જોઈને કહ્યું: “હું જઉં છું...રાજભવનમાંથી પરબારો હાટડીએ જઈશ. ”
તે તેજબળને નથી લઈ જ ?” * “ના...દામુ એને માલીસ કરી રહ્યો છે... બહુવાર લાગશે... પછી હું દરબારને દેખાડી આવીશ.”
રાજાને છેટું લાગશે...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org