________________
૨૧
પશુમાંથી માણસ !
મૂળજીબાપાના નિદાન પ્રત્યે મલકચંદને પુરી શ્રદ્ધા બેસી ગઈ હતી. ભાવડ સીધે હાટડીએ ગયે. ભાગ્યવતી બંનેને લઈને ઘેર આવી. બંને માણસે સાવ નરણા હતાં એટલે ભાગ્યવતીએ શિરામણ કરાવ્યું. પિતે પણ બહેન સાથે બેઠી.
ત્યાર પછી એકાંત મેળવીને મલકચંદે પત્નીને વૈદરાજે કહેલી સઘળી વાત જણાવી અને પોતે બરાબર ઔષધનું સેવન કરશે એમ પણ જણાવ્યું.
ત્રીજે દિવસે મલુકચંદ ભાવડ સાથે દવા લેવા ગયો. વૈદરાજે ઔષધ તૈયાર રાખ્યું હતું.. ઔષધ કેવી રીતે સેવન કરવું એ પણ સમજાવી દીધું. દેઢ મહિનાની દવા લીધા પછી મલુકચંદે શૈદરાજ સમક્ષ એક સુવર્ણ મુદ્રા મૂકી પણ મૂળજીબાએ હસતાં હસતાં કહ્યું : “શૈદથી આ રીતે પૈસા ન લેવાય...તમે બરાબર દયા કરે... અને એનું પરિણામ આવે ત્યારે આપ જે આપશે તે હું લઈશ.”
દાદા પરિણામ તો...”
શૈદને ધર્મ છે કે પરિણામ દેખાડયા પછી જ જે આપે તે સ્વીકારાય. ત્યાં સુધી કશું ન લેવાય..અને પરિણામ માટે સંશય રાખવાનું કાંઈ કારણ નથી. તમારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org