________________
૨૭ર
ભાવક શાહ
મલચંદ વૈદરાજના પ્રભાવશાળી વદન સામે જોઈ રહ્યો હતે. વૈદરાજે કહ્યું: “જે ભાઈ, તારી ધાતુમાં સંતાનપાદ તાની ઘણી ખામી છે અને જે કંઈ છે તે અતિ નિર્બળ છે. તને બાળક થાય જ નહિં થાય તો તે જીવી શકે નહિ. મારી દિકરીમાં કોઈ દોષ નથી. પણ તારી પ્રકૃતિ ભારે ચંચળ છે. નાનપણથી કુટેવ વળગી હતી ને ?”
મલકચંદે મસ્તક નમાવીને સમ્મતિ દર્શાવી.
પરણ્યા પછી પણ તે સંયમ પાળ્યો નથી...રાત દિનો વિવેક રાખ્યું નથી.... જુવાનીના આ ગાંડપણના પ્રતાપે તારી ધાતુની આ દશા થઈ છે.”
એટલા માટે જ હું આપની પાસે આવ્યો છું.” “તે એકધારી નેવું દિવસ સુધી દવા કરી શકીશ?”
હા ” પરેજી ઘણું આકરી છે.” “પાળીશ.”
“નહિં પળાય....પહેલી પરેજી છે નેવું દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન, તારી પ્રકૃતિની ચંચળતા જોતાં તારા માટે એ અશકય લાગે છે. જે આટલું તું પાળી શકે તે જરૂર તારા આંગણે દી જીવી બાળક રમતું થઈ જાય.”
“હું અવશ્ય પાળીશ.” “તે તારી પત્નીને તારી સાથે ન રાખતે..”
અહીં મૂકી જઈશ.”
“દહીં, છાસ, આમલી અને એવી ખાટી વસ્તુઓ છેડવાની.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org