________________
ભાગ્યની રમત !
૧૭
તેા વ્યાજે કાંઈ લેવું ન પડત અને આપણે ધા નભી
શકત.”
“ તારી વાત સાચી છે....પણ ખાર વહાણ ભર્યાં હાય તે! જ ધાર્યો માલ લઈ જઈ શકાય...કરમચંદ ઘણા જ કુશળ છે. પાંચ વર્ષોંમાં જ તે ખેપ પતાવીને પાછા આવશે. આપણા ધંધા સાંકડા થઈ ગયા છે એમાં ના નથી....છતાં આપણા વ્યવહારને જરાય વાંધો નહિ આવે....એક એ વરસમાં હું' પણ આપણા ધંધાને સારી સ્થિતિમાં મૂકી
શકીશ.”
પત્ની પ્રસન્ન નજરે પતિ સામે જોઈ રહી. તે સ્વામીના ઉત્સાહને ભાંગવા નહેાતી ઈચ્છતી તેમ ખાટા ભય ઊભા કરવા પણ નહેાતી માગતી....તે મૌન રહી.
પત્નીને મૌન જોઈ ને ભાવડે કહ્યું: “ચિંતાનું કાંઇ કારણ નથી. આખરૂના મળે વેપારી કરાડાના વેપાર કરતા હાય છે. અત્યારે આપણા અહીંના ધંધા સ‘કાચાઇ ગચા છે....પણ એકાદ મહિનામાં જ એને હું...જમાવી દઇશ. દોઢ લાખમુદ્રાની ઉઘરાણી હજી પથરાયેલી છે..એમાંથી આછામાં આછી પચાસેક હુજારની તે આવી શકે એમ છે...અને છેવટે આપણે આપણા કર્મ કયાં વેચી નાખ્યાં છે?’ મને એવી કાંઇ ચિંતા નથી. આતે આપણી જ્ઞાતિના શેઠિયાએ કહેતા હતા કે આપે ગજા ઉપરવટના દાવ મૂકયા છે....દાવ પાધરા પડે તેા સાતપેઢી તરી જાય
'
ભા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org