________________
૨૪૪
ભાવડ શાહ ભાવડ થડેથી નીચે ઉતર્યો અને વાતાર પાસેથી લખીની લગામ પકડીને પગે ચાલતે ઘર તરફ ગયે.
ડેલી પાસે પહોંચ્યા પછી લખી જાણે આનંદ વ્યક્ત કરતી હોય તેવા ભાવે હણહણ ! ભાવડે ડેલી ખખડાવી.
કાતિક સુદ એકમથી ભાવડે એક ઘરકામ કરનારી આધેડ બાઈને રાખી હતી. તેણે આવીને ડેલી ઉઘાડી શેઠને જોતાં જ તે પાછી ફરી ભાડે કહ્યું : “રાજુ બેન, એને કંકાવટી ને ચેખા લઈને મોકલે.”
થોડી જ વારમાં ભાગ્યવતી કંકાવટી ને ચોખા લઈને આવી પહોંચી. ભાવડે કહ્યું : “યતિદાદાનાં વેણ સાચાં પડયાં... સોનૈયામાં આ જાતવાન ઘડી મળી છે... સગર્ભા છે ને ત્રીજો મહિને પૂરો થવા આવ્યું હોય એમ લાગે છે.. તું આપણું લખીને ચાંદલો કરીને વધાવી લે...”
હર્ષભર્યા હૈયે ભાગ્યવતીએ ઘોડીને વધાવી.. ત્યાર પછી મીઠડાં લીધાં.
લખી ઘણુ જ હર્ષ સાથે આ નવા માલિકની ડિલીમાં દાખલ થઈ.
ભાવડ યાં ગાય બાંધતા હતા ત્યાં લખીને બાંધી અને ભાગ્યવતી ગાણ લઈ આવી.
ભાવડે કહ્યું : “હવે હુ" હાટડીએ જઈ આવું.... વધાવીને પાછો આવું છું.”
ભાવડ ચાલ્યો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org