________________
૨૩૪
ભાવડ શાહ આઠમે દિવસે શિવુદાદાએ ટેકા વગર ચાલવાની છૂટ આપી; અને તેરમે દિવસે ભાવડ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરવા જઈ શકયે.
ધરમદાસ અને તેની પત્ની બે વાર ભજન કરી ગયાં હતાં. અને વીસમે દિવસે ધરમદાસે ભાવડને કહ્યું:
ભાવડ, હવે તુ છૂટથી હરીફરી શકે છે. આજ હું નક્કી કર્યા વગર અહીંથી ઊઠવાનો નથી. ”
ભાવડે હસીને કહ્યું: “મેં આ પ્રશ્ન પહેલેથી જ નક્કી કરી લીધું છે. ધર્મદાસ, તારી લાગણી કરતાં એક કરોડ સેનામહેરની કઈ કિંમત નથી, છતાં હું તારી ભાવનાનું અપમાન નહિ કરું.”
“તો આવતી કાલે એક સારી એવી દુકાનનું નકકી કરી નાખું છું. ”
એમ નહિ. ” છે તે ! ”
જે.....તારી મારા પ્રત્યે અપાર લાગણી છે એ હું ગર્વ પૂર્વક સ્વીકારું છું.....પણ ભાઈ બહુ મટે વેપાર હમણાં મારે ખેડવો નથી. તું મને માત્ર સે સુવર્ણમુદ્રાઓ આપજે....હું નાની હાટડી માંડવા ઈચ્છું છું.”
નાની હાટડી ?” “કેમ, એમાં કંઈ દેષ છે ?”
“દોષ તો નથી. પણ હું દસબાર પેઢીએ ચલાવું લાખનો વેપાર ખેડું ને તું નાની હાટડી માંડે?” આશ્ચર્ય ભર્યા સ્વરે ધર્મદાસે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org