________________
૨૩૨
ભાવડ શાહ
ભાવડને પણ પ્રતિકમણ કરવાની તીવ્ર ઈચ્છા હતી.... પરંતુ આવતી કાલે નાહીને શુદ્ધ થયા પછી જ ધમક્રિયા કરવાને મનથી નિર્ણય કર્યો. વળતી જ પળે મનમાં થયું..... પણ પલાંઠી નહિં વળી શકે. કંઈ હરકત નહિં પગ લાંબે રાખીશ.
ભાગ્યવતી પ્રતિક્રમણ કરીને એારડામાં આવી. ભાવડે કહ્યું: “ભાગુ, આવતી કાલથી હું પણ પ્રતિક્રમણ કરીશ.”
તમે નીચે બેસી શકશે ???
“હા.. પગ લાંબે રાખીને બેસવું પડશે. તું મને એકવાર નીચે બેસાડી દેજે પછી હરકત નહિં આવે.” “ કહે તે કાલ સવારે દાદાને પૂછી આવું.”
એમાં પૂછવાની કંઈ જરૂર નથી.”
સારુ કાલની વાત કાલે.. હવે હું તમારા પગે તેલનું માલીસ કરી દઉં.'
ભાવડ કશુ બે નહિ. પત્નીના ઉજવળ સુંદર વદન સામે જોઈ રહ્યો. ભાગ્યવતીએ એક વાટકીમાં દાદાએ આપેલું તેલ કાઢયું અને સ્વામીના પગના ઢીચણથી પંજા સુધી હળવે હાથે માલિસ કરવા બેસી ગઈ.
ભાવડે કહ્યું : “ભાગુ, ધરમદાસે મને ભારે ધમસંકટમાં મૂકી દીધું છે.”
“કેમ ?”
હું જરા હરતાફરતે થાઉં ત્યારે તે મને બંધ કરાવવા માગે છે. તેણે મને એક લાખ મુદ્રાઓ વગર વ્યાજે આપવાનું કહ્યું હતું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org