________________
મિત્ર-મિલન!
૨૨૧ કદી ચલિત નથી થઈ..જે પ્રસન્નતા સાત વરસ પહેલાં હતી તે જ પ્રસન્નતા આજ પર્યત જળવાઈ રહી છે.”
ભાવડ, હું તને કયા શબ્દોમાં ધન્યવાદ આપું ? પરંતુ આ પણ વેપારીના ધર્મ પ્રમાણે ધંધા માટે લેણદેણ કરવામાં ક દોષ હતો ?”
ભાઈ, જ્યારે પાપકર્મને ઉદય થયે હોય ત્યારે માનવીએ જુગારીને દાવ ન ખેલ જોઈએ. અને મારે સ્વભાવ તો તું જાણે છે !”
બરાબર છે.....પણ મિત્ર સાથે વહેવાર કરવામાં જુગારીના દાવ જેવું કશું ન હોય !”
તું અહીં હતો જ નહિં અને મારે મારી વિપત્તિ સામે ઝઝુમવું હતું. ધર્મદાસ, હું સત્ય કહું છું કે વિપત્તિ પરાજય પામી છે... હુ એ ને એ અણનમ ટકી શકો છું.”
બંને મિત્રો વાતોમાં એટલા મગ્ન બની ગયા હતા કે ભાગ્યવતી ઘરમાં આવી તેની પણ કોઈને ખબર ન રહી. ભાગ્યવતી બેડું પાણીયારે મૂકીને ઓરડામાં બેસી ગઈ હતી અને બંને મિત્રોની વાત સાંભળી રહી હતી.
“હવે તો હું આવી ગયે છું. તને એક લાખ સુવર્ણ મુદ્રા અંગ ઉધાર આપીશ...તારે ફરીથી તારે વેપાર જમાવવાનો છે...”
ભાવડે ધર્મદાસનો હાથ દબાવતાં કહ્યું : “નહિં મિત્ર, મૈત્રિ વચ્ચે લેણદેણ ન જ હોવી જોઈએ. આ મારી દઢ માન્યતા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org