________________
૧૪
લાવડ શાહ
વિદાય વેળાએ કરમચંદે પણ કહ્યું : “શેઠજી, શાસનદેવની કૃપા તે હું માત્ર પાંચ જ વર્ષમાં પાછા આવી જઈશ. આપે આપના સઘળા ધનનો દાવ આ ધંધા પર મૂકો છે તે હું જાણું છું અને હું વિશ્વાસ આપું છું કે હું પાછા ફરીશ ત્યારે આપે જે ધન કયું છે તે કરતાં દસ ગણું ધન હું સાથે લેતો આવીશ.”
મને આપના પ્રત્યે પુરે વિશ્વાસ છે-વળી હું કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખનારો છું.....આપ મુક્ત હૃદયે વેપાર ખેડજે..આમ તે મારી પોતાની સાથે આવવાની ઈચ્છા હતી. પરંતુ ઘરના સંગેની ઉપેક્ષા કરવી મને ઉચિત નથી લાગતી...મને લાગે છે કે ધર્મદાસ શેઠ આપને યવદ્વીપમાં ભેગા થઈ જશે.”
હા.... અને હું આપને અવારનવાર જે કઈ વહાણે પાછા ફરતાં હશે તેની સાથે વિગતથી સંદેશ મોકલતો રહીશ.” કરમચંદે કહ્યું.
આમ ઓગણીસમાં વરસે પદાર્પણ કરી ચૂકેલા નવજવાન ભાવડ શેઠનાં બાર વહાણે મુનિમ કરમચંદ સાથે સાગરની સફરે વિદાય થઈ ગયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org