________________
મિત્ર-મિલન !
૨૧૯
મળવા આવનારાઓમાંથી છૂટી જ ન શકચેા. તારા પગને હવે કેમ છે?
""
“ શિવુદાદાના ઉપચાર ચાલે છે. હવે ઘણું સારુ' છે. પરમ દિવસે પાટા કાઢી નાખશે ને મને ચાલતા કરશે. પણ હુ' તારી વાત સાંભળવા આતુર છુ'.” ભાવડ એકાણીના ટેકે જરા બેઠા થઈ ગયા.
ધમ દાસે ઊઠીને નીચે પડેલા તકીયા ગાઢવી દેતાં કહ્યું: “મારા પ્રવાસ તા ઘણા જ સારે। નીવડચેા. તારા જેવા મિત્રના આશિર્વાદથી બધા કુશળ છે.”
ભાવડે ધદાસના હાથ પકડીને કથ્રુ : “ તે પછી મને તારા ચહેરા પર ચિ'તા કેમ દેખાય છે ? ”
“ તારા વિચારોથી જ મને આખી રાત નિદ્રા નહાતી આવી. મે' સાંભળ્યું છે કે તુ' પગે ચાલીને કાપડની ફેરી કરે છે.”
“ હા....દેણામાંથી તે પુરેપુરા મુક્ત થઈ ગયેા છુ.... પણ એ પેટના પ્રશ્ન ઉકેલવા માટે તે મારે કઇક કરવુ' જ જોઇ એને ! ફેરીમાં મને કોઇ પ્રકારનું દુઃખ નથી...આરામથી રૈટલે રળી લઉં' છે.''
ધર્માંદાસે કહ્યુ' : “ હવે તે તારા પગ જોખમાઈ ચૂકચેા છે....હવે ફેરી કેવી રીતે થઈ શકશે ?
""
શિવુદાદાએ કહ્યુ` છે કે પગ હતા એવા જ થઈ. જશે....પણ હજુ બેએક મહિના મારે આરામ લેવેા પડશે.’
“ તેા પછી એક કામ કરીશ ? ”
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org