________________
૧૯૪
• ભાવ શાહ આપીને ગાય દેહી લઉં . એ લોકે હજી સૂતા છે. જાગે તે મારા દિયરને દાતણ આપજે.”
મારા જેઠને નહિ?”
“ના....અમારે હજી બે ઘડીની વાર છે. હું હમણાં જ પતાવીને આવું છું.” કહીને ભાગ્યવતી ઘરમાં આવી.
નારાયણ ને ભાવડ હજી સૂતા હતા.
ગાયને ખાણ ખવરાવી, દેહી ને ભાગ્યવતી ઘરમાં આવી ત્યારે નારાયણ ને ભાવડ જાગી ગયા હતા ...ભાવડ મનમાં નવકારનું સ્મરણ કરી રહ્યો હતો. કારણ કે ગઈ રાતે તે પ્રતિક્રમણ કરી શકે નહે.
ભાગ્યવતીએ ચૂલો વહેલો સળગાવીને નાહવાનું પાણું મૂકી દીધું હતું. પાણી ખદખદી ગયું હતું. એટલે તેણે ચૂલામાં છાણું લાકડાં નાખી પાણીનું ઠામ જાળવીને નીચે ઉતાર્યું અને દૂધ ગરમ કરવા મૂકી દીધું.
- દમયંતીને રડામાં બેલાવીને દૂધની સંભાળ રાખવાનું કહ્યું. ત્યાર પછી ભાગ્યવતી એાસરીમાં આવી. નારાયણે દાતણ ચાવતાં ચાવતાં કહ્યું: “મારા ભાઈના ચહેરા ઉપર ઘણું સારું લાગે છે.”
“તમારા જેવા મિત્રના આશિર્વાદ કદી નિષ્ફળ ન જાય તમે દાતણ કરી લે ત્યાં હું બાજુના કુવેથી પાણીનું બેડું ભરી આવું.” કહી ભાગ્યવતી પાણીયારા તરફ વળી. તરત નારાયણ બોલ્યા “ભાભી, તમે રહેવા દે....હુ ને દેખ્ખ જઈએ છીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org