________________
૧૩૪
ભાવડ શાહ
માગે છે કે નહિ, એ સમજવું કઠિન હોવા છતાં ભાગ્યવતી તે નિર્મળ હૃદયા હતી. તેની વિશુદ્ધ દષ્ટિને કઈ જાળ કે ષડયંત્રનાં દર્શન નહેતાં થયાં. જેમાં સ્ત્રીઓ એક બીજી સ્ત્રીઓને આ પ્રશ્ન સ્વાભાવિક રીતે કરે છે, તેજ રીતે જમનાએ પણ આ વાત પૂછી હશે એમ ભાગ્યવતીએ માન્યું હતું અને ભાગ્યવતી તે પરમ જૈન હતી...કર્મપ્રભાવને માનનારી હતી..ભાગ્યની રેખાએ અતૂટ હોય છે એમ પણ સમજતી હતી. અને હજુ તે નવજવાન હતી.બાવીસમું વર્ષ ચાલતું હતું...હજુ માતૃત્વ માટે ઘણે કાળ પડયો હતો. અને વર્તમાન પરિસ્થિતિમાં બંને દરેક વાતે સુખી હતા.
સાંજે ભાવડ આવ્યો. સ્વામીને જમાડતાં જમાડતાં ભાગ્યવતીએ રાજની વડારણ જમના આવ્યાની અને તેની સાથે થયેલી વાતની માહિતી આપી.
આખી વાત સાંભળીને ભાડે કહ્યું: “ભાગુ, સંસારમાં મેટા ભાગના માણસે સુખદુઃખના તત્ત્વને સમજી શક્તાં જ નથી. ઘણા માણસે દુ:ખ પડે ત્યારે પિતાનો દોષ ન જતાં નિમિત્તને દેવ આપે છે અથવા ભાગ્યને દેવ આપે છે...જમના પણ એક વડારણ જ છે...બિચારીએ વાત સાંભળાં હશે ને આશ્ચર્ય શમાવવા આવી હશે....”
બંનેએ આ વાતને કોઈ મહત્ત્વ ન આપ્યું.
બીજે દિવસે પણ જમના આવી અને ઘણું જ વિવેકથી નમસ્કાર કરતાં બેલીઃ “શેઠાણી આજ તે મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org