________________
વેપારનો દાવ !
અને શાને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણું મેટા પ્રમાણમાં હતી.
રાજનીતિ, વૈદક, શસ્ત્રકલા, વાણિજ્ય, સંગીતશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઉદ્યોગશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, વ્યાકરણ, ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, કામશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર વગેરે અનેક વિષયોનું જ્ઞાન વિવિધ વિદ્યાલમાં અપાતું હતું અને ઊતિણ થતા વિદ્યાર્થીઓને વિવિધ ઉપાધિઓ પ્રાપ્ત થતી હતી.
કાગળ બનાવવાને ઉદ્યોગ કાશ્મીરમાં સૈકાઓથી વિકર્યો હતો. આમજનતા વહી–પડામાં એ કાગળને ઉપગ કરતી. પરંતુ ગ્રંથો, દસ્તાવેજો વગેરેમાં તામ્રપત્ર અને તાલપત્રને જ ઉપગ કરવામાં આવતો હતો. કારણ કે તાલ અને તામ્રપત્રની આયુષ્યમર્યાદા હજારે વર્ષની હતી.
વ્યાપાર, ખેતી અને ઉદ્યોગ સમગ્ર રાષ્ટ્રમાં મુક્ત હતા. કોઈ કોઈના ધંધામાં ડખલ કરતું નહિ અને રાજ્ય કદી પણ એકહથુ વ્યાપાર અથવા તે પોતાના હાથમાં વેપારનો દોર પકડતું નહિ. તે કાળે એક સુંદર કહેવત પણ હતી કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી. લોકો પર કરભારણને કઈ માટે બે સ્વપ્નમાં પણ લાદવામાં આવતો નહોતે. કોઈ રાજા એકાદ કર વધારે નાખે અથવા રાજધનને કુમાર્ગે અપવ્યય કરે તો પ્રજારૂપી મહાજન તે રાજાને કાન પકડીને ગાદી પરથી ઉઠાડી મૂકતું. આમ છતાં રાજા બળવાન હોય અને મહાજન નિર્બળ હોય તે જનતા તેના રાજ્યને ત્યાગ કરીને ચાલી જતી. પરંતુ આવું ભાગ્યે જ બનતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org