________________
વેપારના દાવ !
જે કાળની આ કથા છે તે કાળ આ દેશ માટે સુવર્ણ યુગ ગણાતો હતો. તે સમયે માલવનાથ વીર વિક્રમાદિત્યની આણુ સમગ્ર ભારતમાં ફરતી હતી.
વીર વિક્રમે પિતાના પચાસમાં વર્ષે શકના હુમલાએને ખતમ કર્યા હતા અને રાષ્ટ્રને નિર્ભય બનાવ્યું હતું. ભારતીય જનતાએ પિતાના પરદુઃખભંજન મહારાજાને શકારિનું બિરૂદ આપ્યું હતું. અને એ જ વર્ષે બાણુલાખ માળવાના સમર્થ સ્વામીને ચક્રવર્તિનુ ગૌરવ પ્રાપ્ત થયું હતું. વીર વિકમે સમગ્ર માલવ જનતાનું દેણું રાજકેષમાંથી લેણદારને ચૂકવી આપ્યું હતું અને તેઓ પરદુઃખભંજન તરીકે સમગ્ર રાષ્ટ્રમાં મશહુર બન્યા હતા.
મહારાજ વિક્રમાદિત્યને જન્મ કાર્તિક શુદિ એકમના શુભ દિવસે હતો.....રાષ્ટ્રના તિષાચાર્યોએ વીર વિક્રમના એકાવનમાં વર્ષથી વિક્રમાદને પ્રારંભ કર્યો હતે. તે સમયે ધર્મ સંવત ચાલતો હતો અને તેને લગભગ ચારહજારથી વધારે વર્ષ વીતી ગયાં હતાં..બીજે વીર સંવત ચાલતે હતો અને તેને માત્ર પાંચ વર્ષ પણ પુરાં થયાં નહોતાં.... આજ પણ વીર નિર્વાણુ સંવત ચાલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org