________________
પુષ્ટિમાર્ગ નામના સંપ્રદાયે ગુજરાતમાં પ્રવેશ કર્યો. સંન્યાસી થવાની જરૂર નથી, પ્રભુભક્તિ જ ધર્મનું મુખ્ય સ્થાન છે એવો એનો સિદ્ધાંત હતો. જૈનશાસનના અંદરના વિખવાદથી થાકેલા કેટલાક જૈનો ભેગ–નવેદ્ય, કૂલ, હિંડોળાખાટ ને તેના રમણીય તરવજ્ઞાન તરફ આકર્ષાયા.
જૈન ધર્મ ચાળણીની જેમ ચળાવા લાગ્યું. ધર્મપ્રાણ જતિજી આ ટાણે દધીચિનું વ્રત લઈ બેઠા. તેઓ પોતાના અસ્થિથી શાસનરક્ષણ થતું હોય તો તે અર્પણ કરવા તૈયાર હતા, પણ સગી આંખે ગિરિશિખર પરની મંદિરમાળ, દેવવિમાન સમાં મનહર મંદિરે, ને તીર્થધામો ઉપાસકે વિના રઝળતાં–રવડતાં કલ્પવા તૈયાર નહોતા. જે શાસનમાં શ્રી. સિદ્ધસેન દિવાકર, મલવાદી, શ્રી. જિનભદ્રસૂરિ, શ્રી. હરિભદ્રસૂરિ, શ્રી. અભયદેવસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, શ્રી. ચંદ્રપ્રભસૂરિ જેવાં સાધુરને પાક્યાં, એ સાધુરૂપી કલ્પવૃક્ષને ઉચ્છદ સ્વીકારવા કરતાં પોતાના જીવનને સહસ્ત્ર વાર ઉચડેદ સુકર કલ્પતા હતા. તીર્થકર–ભાખિત ને ગણધરરચિત આગમશાસ્ત્ર અપ્રામાણિક ઠરે, એના ઊંધા અર્થ થાય તો આ વિદ્વત્તાનો, આ કીર્તિને શું અર્થ?
ધર્મપ્રાણ જતિજીએ સહુને જાગ્રત કરવા, ઢઢળવા માંડયા, તો સુખશીલિયા સાધુઓએ ઠંડે પેટે એક જવાબ વાળ્યો :
જતિજી, તમારો પ્રલાપ વ્યર્થ છે. અત્યારે રાજ બીજાનું છે. નકામી માથાકૂટ શી ! ભગવાન મહાવીરે ભવિષ્ય ભાખતાં ગુરુ ગૌતમને કહ્યું છે, કે “એકવીશ હજાર વર્ષ સુધી મારું સાધુ, સાવી, શ્રાવક શ્રાવિકારૂપ તીર્થ અવિચ્છિન્ન રહેશે. માટે નિરાંતે પઠન પાઠન કરે, શાંત ચિત્તે સાધુધર્મનું પાલન કરો. જૈનશાસન
* गोयमा, जंबुद्दीवे दीवे भारहे वासे ममं इमीसे ओसप्पिणीए વિસવાસસહારું તિથે મજુનિસેફ –ભગવતીસૂત્ર
જતિજી : ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org