________________
આ સ્વપ્ન અશક્ય નથી લાગતાં ?”
મહારાજ, એક વાણિયો સ્વબળે વિક્રમાદિત્યની સમકક્ષ બને, આર્યાવર્તમાં એ વાણિયાની જોડ શોધી ન જડે, શું એ વાત અશકય નથી લાગતી ? અશક્યને પણ શક્ય કરી શકાય છે. અને કદાચ શકયતાના ખડક સાથે મહાન અશકયતા અથડાઈને નષ્ટ પામે, તોય મરજીવાને મન તો જીવન–મૃત્યુની એ જ માત્ર છે.”
હિન્દુઓ રાજા પૃથ્વીરાજનું સ્વપ્ન નીરખે છે.”
એ સ્વપ્ન સાચું થઈ શકશે, જતિજી મહારાજ, આર્યાવર્તની પરાધીનતામાં, ગોરી બાદશાહ જેવા વિજેતા પાસે હાર ખમી ખાવામાં. મહારાજ, અહિંસા તો મારો કુલધર્મ છે, પણ હું જોઉં છું કે દિવસે દિવસે વધતી જતી હિંસાથી મારો કુલધર્મ કેમ સચવાશે ? આ સનાં કીડિયારાં જે રોજ ઊભરાતાં રહ્યાં, તો અન્નને દાણે પ્રજા ક્યાંથી પામશે ? દુષ્કાળ તો એને લમણે લખાશે. કંગાલિયત એના દેહ પર ઊભરાશે, ને કંગાલ ક્યાં પાપ કરતો નથી ? વળી આટલા મોટા દેશની રક્ષા થડાએક ક્ષત્રિયોને શિર
ક્યાં સુધી રાખ્યા કરીશું ? મંદિરને પૂરી મંદિરનું સામાન્ય રક્ષણ ન કરી શકે, વેપાર કરનાર વ્યવહારિયે પોતાના જાનમાલની પ્રાથમિક સલામતી ન સાચવી શકે, વેદમંત્ર ભણતો વેદપાઠી પોતાના ધર્મને ન સંભાળી શકે, ને જીવનના સામાન્ય પ્રસંગોમાં પણ સહુને ગણ્યાગાંઠ્યા માણસના વિરત્વ પર ભરોસે રાખવો પડે, એ રાષ્ટ્ર કેમ જીવી શકે ? સ્વત્વની રક્ષા એ સરવશાળી પ્રજાની પ્રાથમિક ફરજ છે. મરઘી પોતાનાં બચ્ચાંને પિતાની તીણું ચાંચથી બચાવે છે, એ બીજા કોઈને શોધવા જતી નથી. બચાવતાં એ મૃત્યુ પામે એમાં પરાજય જરૂર છે, પણ સવહીનતા નથી. જય-પરાજય તો વિધાતાના હાથની વાત છે. સાચા સત્ત્વની પરાકાષ્ઠામાંથી જ અહિંસા જન્મશે.”
એષણાઓ મહારાજ્યની : ૩૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org