________________
કે રાજ્ય ન્યાય ને ધર્મ વિના ટકી શકયું નથી. નબળા પોચાને પીડનાર ને સબળોની પીઠ થાબડનાર પોતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. ને ઇતિહાસ એને રાજા નહીં પણ કુરાજ કહે છે. પંચયનીય હિન્દુ રાજાને આદર્શ ખરેખર સુરાજ્ય સ્થાપવાને લાયક છે. એ રાજાને પ્રથમ યજ્ઞ દુષ્ટોનું દમન કરવું તે છે. બીજા યજ્ઞમાં સુજનોની સેવા–નરરત્નની પરીક્ષા કરવી તે છે. તૃતીય યજ્ઞમાં ન્યાયપૂર્વક રાજભંડારની વૃદ્ધિ કહી છે. ચોથા યજ્ઞમાં અપક્ષપાત-ભેદભેદ, મતમતાંતરથી દૂર રહેવું ને પંચમ યજ્ઞમાં દુશ્મનોથી રાષ્ટ્રની રક્ષા કહી છે. મને લાગે છે, કે પૃથ્વીના પડને કોઈ માનવી આવા રાજાને સ્વીકારવાની ના નહીં કહે. મારાં સ્વપ્ન મહાન છે, મારી સેના અવિજેય છે, મારા બહાદુર સરદારો ને સિપાહીઓનું અદભુત વીરત્વ ને મારી કુશળ રાજનીતિ સામે સંસારનું સામ્રાજ્ય સલામત નથી. એક મુસ્લિમ તવારીખકાર કહે છે, કે હિન્દી સામ્રાજ્ય ખોરાસાન પર્વતોથી ટિબેટ સુધી ફેલાયેલ હતું, ગજની ને કંદહાર ભારતવર્ષમાં હતાં. હેલમન્દ નદીનો પૂર્વ પ્રદેશ હિન્દુસ્તાન કહેવાતો. ગાંધારની (કંદહાર) રાજકન્યા દિહીશ્વર ધૃતરાષ્ટ્રને વરવા આવતી. સ્વપ્નાં મહાન છે, પણ સિદ્ધ થઈ શકે છે. એને સિદ્ધ કરવાનું કામ મારું ને તમારું છે, ને બહાદુરે, એમાં સિદ્ધિ અપાવવી ન અપાવવી એ કામ વિધાતાને હાથ છે. એ વિધાતાને આપણે નમસ્કાર હે. ૧ “છેલ્લે છેલ્લે આર્યરાજાઓની રાજપ્રતિજ્ઞાને એક સુંદર સ્લેક તમારી સમક્ષ કહીશ, કે જેમાં મારી સર્વ કલ્યાણકામનાને આવિર્ભાવ રહેલ છે. મહાભારતકાર એ પ્રતિજ્ઞા વર્ણવતાં કહે છે?
प्रतिज्ञाश्चाभिरोहस्व. मनसा कर्मणा गिरा । पालयिष्याम्यहं भौम, ब्रह्म इत्येव चासकृत् ॥ यश्चात्र धम्मों नीत्युक्तो दण्डनीतिव्यपाश्चयः । तमशंकः करिष्यामि स्ववशो न कदाचन ॥
વિક્રમાદિત્ય : ૩૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org