________________
વૈદ્ધાને જ આવો યુદ્ધપતિ સાંપડે.
ચુનારગઢના સિંહાસનેથી આદિલશાહે જાહેરાત કરી હતીઃ “હેમુજી આવી રહ્યા છે. એ વજીરેઆઝમ ને સિપેહસાલારની જગા સંભાળશે.'
કોણ હેમુ ?” મદોન્મત્ત વકરી ઊઠેલા અફઘાને હુંકાર કરી ઊઠતા; જાણે હેમુજીને સાવ ભૂલી ગયા. પાછું કંઈ યાદ આવતું હોય તેમ કૃત્રિમ અવાજે બોલતા : “પેલો બકાલ, અરે એ આપણો સેનાપતિ થશે ? શું અફઘાને બધા મરી પરવાય? નહિ નહિ, અમારે અફઘાન સેનાપતિ જોઈએ; અમને આ મંજૂર નથી.”
જરૂર, આપણને અફઘાન સેનાપતિ જોઈએ.” બીજાઓએ સૂર પુરાવ્યો.
“બકાલ ન જોઈએ, હરગિજ ન જોઈએ.” અફઘાન સિપાહીએમાં બળવો પ્રસરતો ચાલે, ખરેખર તેઓને હેમુછ પસંદ નહોતા. તેઓ જાણતા હતા કે સિપાહી તરીકે અજબ શિસ્તનો એ પૂજારી છે. એ આવે તો ફરીથી શેરશાહના વખતનું નિયમન ઊભું થાય, અને સિપાહીઓની સ્વતંત્રતા પર જબરો કાપ મુકાય; એમનાથી આઝાદીપૂર્વક ન હરાય, ન કરાય, ન લૂંટાય કે ન મોજમજા ઉડાવાય. રણમેદાનમાં હાથી કે ઘોડા સિવાય કોઈથી દારૂ ન પિવાય, ન કેઈની. મિલક્તને હાથ અડાડી શકાય. ન કોઈ સુંદર સ્ત્રીને સ્પર્શી શકાય. ઘણા વખતથી ઢીલી નીતિના પૂજારી બનેલા અફઘાન સિપાહીઓએ વિદ્રોહની જ્વાળા સળગાવી. એમાં ઈધન એરાતાં ગયાં. અને આખરે ભડકો થયો
એ ચુનારગઢ જ ન ભાળે એવી તદબીર રચે !' સિપાહીઓએ અંદર ને અંદર નિર્ણય કરી નાખે. હેમરાજજીને ગંગાના કોતરોમાં જ દફનાવી દેવાના ઇરાદાથી તેઓએ રાતોરાત જના ઘડી લીધી. આ બધી અવ્યવસ્થાને નિમિત્ત બનેલ, હૈયાની હામ વગરને આદિલ
ઓ, હેમુ આવ્યા રે !: ૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org