________________
પિશાક ને દેહછટાથી સ્ત્રીઓ રાજવંશી દેખાતી હતી. કુંદનદેવીએ પરખી લીધી : “બીબીબાઈ, સલીમશાહનાં વિધવા રાણી!”
“બહેન, હેમરાજજી કક્યાં છે? એમને બોલાવો.” હેમરાજજીની સમક્ષ કદી ખુલ્લા મેં એ વાત ન કરનાર બીબીબાઈને આમ બોલતી સાંભળી કુંદનદેવીને આશ્ચર્ય થયું.
ક્ષણવારમાં હેમરાજજી અંદર આવ્યાં. બીબીબાઈ એ લેશ પણ પડદે ર્યા વગર અદબથી કહ્યું
હેમરાજજી, તમને બુઝર્ગ માની પડદો દૂર કરું છું. આજ તમારી પાસે ભિક્ષા યાચવા આવી છું—એક દહાડો મારા ખાવિંદ આવ્યા હતા તેમ.”
કેણુ સલીમશાહ ? માનવંતા બાનું, એ તે મારા લાયક દોસ્તનું ફરજંદ હતા. હું તે એને કર રહ્યો.”
જે કહે છે, પણ એ જ સંબંધે આજે ફરી આવી છું. તમારા દેતે લેહી પાણી એક કરીને ખડી કરેલી અફઘાન સલતનતને ફરી તમારી જરૂર પડી છે.”
“કોને જરૂર પડી છે? બીબીબાઈ, અફઘાને એમની કળા, એમનું ઈમાન વીસરી ગયા. એવા રાજદરબારમાં મારું બેસણું ન હેય. આજે મને ત્યાં જવાનું તમે આમંત્રણ આપવા આવ્યાં છો? ને કેના વતી ભલા?”
મુબારિઝખાન વતી.”
જેણે મહોબ્બતની આંખ બેશરમીના પાણીથી ધોઈ નાખી, એ મુબારિઝની વતી ? તમારા એકલતા બેટાના હત્યારાની વતી ? રાણી પાગલ તો નથી થયાં ને !”
પાગલ તો જરૂર થઈ છું, પણ હત્યાની વાત યાદ કરશે મા !” બીબીબાઈએ ઊંડે દર્દભર્યો નિશ્વાસ નાખે. કલેજામાં જાણે
૩રર : એક દ્રૌપદીના પાંચ પતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org