________________
પહેલાનું નામ દાલતખાન (ધનસંપત્તિ) હતું. બીજનું નામ મુરાદબેગ (સદ્દભાગ્ય) હતું. ત્રીજાનું નામ સાદતઅલી (અષ્ટપ્રાપ્તિ) હતું.
બરાબર, સાચા શુકન થયા. દેલત, મુરાદ ને સઆદત ! કૂચ કરવાની ઘડી આવી પહોંચી. ચાલો, હિંદ તરફ પ્રયાણ કરીએ. પંદર હજારની સેના સાથે એ કાબુલથી નીકળ્યો. સાથે સાડાબાર વર્ષને અકબર ને વફાદાર વજીર બહેરામખાન હતા. પ્રારબ્ધન પૂજારીએ બરાબર શસ્ત્રા સજ્યાં હતાં.
પ્રથમ લાહોર ને રોહતાસના કિલ્લા કબજે કર્યા. દિલ્હીપતિ બની બેઠેલા સિકંદરશાહે પોતાના સેનાપતિ તાતારખાનને સૈન્ય આપી સરહિંદ પાસે જાલંધર મુકામે મૂઠભેડ કરવા મોકલ્યો. બાદશાહ હુમાયુએ વજીર બહેરામખાનને મોકલ્યો. એને સિતારો પાંસરે હતો. બહેરામખાને વિજય હાંસલ કર્યો, ને દિલ્હીની આસપાસનો પ્રદેશ જીતી લીધો. હવે દિલ્હીપતિ સિકંદરશાહ સૂર ૮૦ હજાર અફધાનને લઈ મેદાને પડવો.
બાદશાહ હુમાયુ, શાહજાદે અકબર ને વજીર બહેરામખાંએ સામને શરૂ કર્યો. સિકંદરશાહ હાર્યો, નાઠે, ને અફઘાન વંશની એકઠી થયેલી દોલત, રાજસત્તા પંદર વર્ષે બાદશાહ હુમાયુને પાછી મળી; ફરીથી દિલ્હીની ગાદી હાથ આવી.
intry
diIIIIIII
૩૨૦ : પંદર વર્ષને વનવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org