________________
Jain Education International
ભુલાયેલા ભેરુ ૩
યમાં એક છૂપુ' તેાફાન અનુભવતાં બને જ્યારે નૌકા ઉપર પહેાંચ્યાં ત્યારે મધરાત થવા આવી હતી. દક્ષિણના મેદાની વાયુ ફરફરાટી ખેલાવી રહ્યો હતા. નૌકા-ખંડની બધી બારીઓના પડદા પાડી દેવામાં આવ્યા હતા; અને હવે દ્વાર પણ બંધ કરવામાં આવ્યાં હતાં.
નૌકા હંકારવાને આદેશ આપવામાં આવ્યે, તે ઠંડડીમાં યૂટિયાં વાળીને બેઠેલા ગુલામા થોડી વારમાં ગરમી અનુભવવા લાગ્યા. નૌકાના મુખ્ય ખડ ખૂબ કાળા હતા. જમીન પર સુંદર કાલીન બિછાવેલી હતી. મધ્યમાં દીવાલને અઢેલીને ઈરાની ગાલીચા પર મશરૂ તે કિનખાબના તક્રિયા મૂકેલા હતા. આ ખંડના સ્તંભ ચાંદીના હતા, તે છત ઉપર સુંદર વેલબુટ્ટા ચીતરવામાં આવ્યા હતા. છતની મધ્યમાં એક બિલેરી ફાનસ બળતું હતું. સામે જ મેાટા અરીસેા લટકાવેલે હતા. આ બંનેના પરસ્પર પ્રતિબિંબથી પેદા થતી એક નવી જ રાશની આખા ખંડને અજવાળી રહી હતી.
૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org