________________
પાસે, હિંદુ-મુસ્લિમ પ્રત્યેની સમદષ્ટિ પાસે મરહૂમ શેરશાહને ભૂલી રહી હતી. મરહૂમ શાહના જૂના મિત્રોને, જૂના અધિકારીઓને એણે અપનાવ્યા હતા. લાહોરના ખત્રી ટોડરમલને મહેસૂલી પ્રધાન નીમ્યા હતો. આ વિચક્ષણ પુરુષે રાજા અને પ્રજાના હિતને લક્ષમાં રાખી બંનેને સુખી કર્યા હતાં. રાજભંડાર છલકાતો હતો, ને પ્રજાની તિજોરીઓ પણ ભરપૂર હતી. રણભરવ હેમરાજને પોતે એવા આકર્ષ્યા હતા, કે એ મહાન સેનાનીએ રાજના ભલા માટે “બજારદરોગા ” નું પદ લઈને દિલ્હીમાં વસવાનું કબૂલ્યું હતું.
અને હેમુછથી તો કોણ ધ્રુજતું નહોતું? મોગલો તો હિંદનાં નાક સામે જોઈ શકતા ન હતા. કેઈ પરદેશી હિંદની સેનામાં ભરતી થઈ એ રણભૈરવની સામે લડવા તૈયાર નહતો.
બીબીબાઈ વધુ ન થઈ શકે તે કંઈ નહીં, વાલિદસાહેબે (પિતાએ) વાવેલી વાડી ઉછેરી શકું તોય ઘણું માનીશ.”
યારા, એમાં કઈ વાતે કમી નહીં આવે. આજે તો રૈયત જૂના શાહને બદલે નવા શાહને યાદ કરી રહી છે.” રાત વધતી જતી હતી. ઠંડા બનતા પવનની લહરીએ આ સુખી-શાણું પતિ પત્ની કંઈ ઝોલે ચડતાં હતાં. પણ દેહમાં થતા કળતરથી શાહ વારે વારે જાગી જતો હતો. ત્યાં તાર હૂંડીએ આવીને કુર્નિશ બજાવતાં કહ્યું
જહાંપનાહ, ગુસ્તાખી માફ. બજારદરોગાજી પધાર્યા છે.” કેણ હેમુજી?” “હા, માલિક, તેઓ જરૂરના કામે આવ્યા છે.'
ચાલો, હું દીવાનખાનામાં આવું છું. કંઈ ખાસ કામ હશે; તે વિના તેઓ ન આવે.”
શાહી મહેલના એક મોટા ખંડમાં દીવાનખાનું આવેલું હતું. નકશીકામ, મીનાકામ ને શિલ્પની જાણે અહીં આછી પ્રદર્શની ૨૯૪ : લાયક પિતાને લાયક પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org