________________
બૂઢા ને બાળક સરખા. તમે બધા મોટી મોટી વાતો કરનારા અમારે બેને સરખો મેળ જામે.”
ધર્મલાભ!” હાથીની અંબાડી પર બેસવા જતા હેમરાજજીને પાછળથી કઈ મધુર ને સ્વસ્થ અવાજ સંભળાય. જતિજી આવી. રહ્યા હતા.
મથુએણું વંદામિ, મહારાજ !”
હેમરાજજી, ફરીથી સંદેશ લઈને આવ્યો છું. અફઘાન સત્તાના આથમતા રંગ છે. મોગલ સત્તા મરણાસન છે. આ સંધિકાળે કેઈ આર્યવીર જાગે છે ભારત સ્વતંત્રતાનાં દર્શન કરે.”
મહારાજ, હવે આજે તે વખત નથી. મિત્રની ભીડ ભાંગવા જાઉં છું. તમારા જોષ શું કહે છે ?”
“ધર્મના કામ સિવાય અમારી વિદ્યાનો ઉપયોગ હેય નહિ. હેમરાજજી, હું તો દિલ્હી–આગ્રાની બજારોમાં બીજો વિક્રમાદિત્ય કરતો મારી જ્ઞાનચક્ષુથી નિહાળી રહ્યો છું.”
મહારાજ, રસ્તો તો એવો ખરો, પણ વિક્રમાદિત્ય થવાની લાલસા નથી. કંઈક કેકનું ભલું થાય તેય ઘણું.
વિક્રમાદિય થાઓ તો ધર્મને ભૂલશે મા ! ધર્મ છે તે બધું છે. હેમરાજ, વર્ષોના અનુભવે મને રાજકારણનું અનેરું નવનીત આપ્યું છે. પણ આજે તો તમે સમરાંગણ પ્રતિ ચાલ્યા છે, નહિ તો આખા રાષ્ટ્રના ઉદ્ધાનું સ્વપ્ન લઈ તમારી પાસે આવ્યો હતો.'
“મહારાજ, એક સ્વપ્નનો રચનારો તો કબ્રસ્તાનમાં સૂતો. દુનિયા તો નાટકશાળા છે. સહુ સહુના વેષ ને સહુસહુના ખેલ સહુએ ભજવવા પડશે. કાલે વળી પાછા આવ્યા તે એય વેગ ભજવીશું. બાકી તો યુદ્ધસેવી ના ભરોસા ઓછા! પિતાજીને તમારો સત્સંગ ઠીક રહેશે.”
૨૮૨ ઃ યુદ્ધદેવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org